- જિલ્લા પંચાયતની પાંચ બેઠકોમાં કુલ 111 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતરશે
- 3 નગરપાલિકા ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા કુલ 236 ઉમેદવારો મેદાને
- 10 તાલુકા પંચાયત ચૂંટણી માટે કુલ 563 ઉમેદવારો વચ્ચે જંગ
ભાવનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ- કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાં મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકામાં ચૂંટણીમાં 178 ફોર્મ અમાન્ય રહેતા 242 ફોર્મ માન્ય રહયા હતા. જ્યારે 3 નગરપાલિકા ઉમેદવારો દ્વારા ઉમેદવારી પાછી ખેચતા કુલ 236 ઉમેદવારો મેદાને ઉતરશે.
જિલ્લા પંચાયતની 5 બેઠકોમાં 111 ઉમેદવારો ચૂંટણી મેદાને
જિલ્લા પંચાયતની 5 બેઠકોમાં ચકાસણી બાદ 60 ફોર્મ અમાન્ય રહેતા કુલ 116 ફોર્મ માન્ય રહ્યા હતા, ત્યારબાદ 5 ઉમેદવારોએ ફોર્મ પછા ખેચતા કુલ 111 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતરશે.
10 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 563 ઉમેદવારો વચ્ચે જંગ
ભાવનગર જિલ્લાની 10 તાલુકા પંચાયત ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં 197 ફોર્મ નિરીક્ષણ દરમ્યાન અમાન્ય રહેતા 600 ફોર્મ માન્ય રહ્યા હતા, ત્યારબાદ 31 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા કુલ 563 ઉમેદવારો વચ્ચે જંગ છે તેમજ ભાજપ કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષના ઉમેદવારોએ પણ ચૂંટણી પ્રચાર શરૂ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે.