- ભાવનગરમાં શરદી,ઉધરસ અને તાવ જેવા Viral infection રોગોએ માથું ઊંચક્યું
- વરસાદી વાતાવરણ વચ્ચે સૂરજ દાદા ન નીકળતા સામાન્ય વાયરલ પ્રસર્યો
- શરદી ઉધરસના 1000 કરતા વધુ કે જુલાઈમાં નોંધાયા તો અડધા તાવના કેસો
- 500થી વધુ ઝાડાઉલ્ટીના કેસો નોંધાયા જુલાઈ માસમાં
- સર ટી હોસ્પિટલે મીડિયાંથી મોઢું ફેરવી એકબીજાને આપી ખો
ભાવનગરઃ શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ઘેરાયેલા વાદળો વચ્ચે સુરજ દાદા ખોવાઈ ગયા છે. રૂંધાઇ ગયેલા વાતાવરણ વચ્ચે શહેરમાં વાયરલ રોગોએ માથું ઊંચક્યું છે. શરદી ઉધરસ તાવ સાથે ફેફસાની તકલીફવાળા દર્દીઓ પણ જોવા મળી રહ્યા છે. સર ટી હોસ્પિટલમાં તાનાશાહ જેવી સ્થિતિ સર્જાઈ છે સામાન્ય વાયરલ ( Viral infection ) રોગોની માહિતી આપવામાં તંત્ર મોઢું સંતાડી રહ્યું છે.
ભાવનગર શહેરમાં સીઝન વાયરલની હાલાકી વધી
ભાવનગર શહેરમાં ચાર પાંચ દિવસ વચ્ચે વાદળોથી ઘેરાયેલા વાતાવરણ વચ્ચે સામાન્ય વાયરલ રોગોએ ( Viral infection ) માથું ઊંચક્યું છે. શરદી ઉધરસ અને તાવ જેવા રોગો વધી ગયા છે. સર ટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં 22 તારીખે બે ત્રણ કલાક એક ખાટલામાં બે દર્દીઓ રાખવાનો સમય આવ્યો હતો. હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ આ વાતને સ્વીકારી રહ્યાં નથી તેમ સૂત્રોએ જણાવ્યું છે. તે માટે અધિકારીએે મળવાને બદલે નીચેના અધિકારી પર દોષ ઢોળી મુલાકાત ટાળી હતી. જ્યારે નીચેના અધિકારી પણ મળી શક્યા નહીં પણ કેટલા કેસો છે તેની વિગત એક માત્ર પ્રાપ્ત થઈ હતી.
આ પણ વાંચોઃ ભાવનગર શહેરની વચ્ચે ઠાલવશે મનપા કચરો અને કરશે કમ્પ્રેસ : NCP નેતાએ કોર્ટમાં કરી પિટિશન
આ પણ વાંચોઃ ભાવનગરમાં મુખ્યપ્રધાને કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા