ETV Bharat / city

ICO Examination Of Vigyan Nagari: જાણો બાળકો માટે કેમ મહત્વની છે ભાવનગર વિજ્ઞાનનગરીની ICO અને ISO પરીક્ષા

author img

By

Published : Feb 22, 2022, 8:41 PM IST

ભાવનગરની બળવંતરાય પારેખ વિજ્ઞાનનગરીની ICO પરીક્ષા (ICO Examination Of Vigyan Nagari) દેશની રાજધાની સુધી પહોંચી છે. 2010માં શરૂ થયેલી ISO અને CYBER કક્ષાના વિષયોની ICO પરીક્ષા દ્વારા બાળકોની વિજ્ઞાન જેવા વિષયોમાં રૂચિ વધે છે.

ICO Examination Of Vigyan Nagari: જાણો બાળકો માટે કેમ મહત્વની છે ભાવનગર વિજ્ઞાન નગરીની ICO અને ISO પરીક્ષા

ભાવનગર: ભાવનગરના ખૂણેથી દેશની મેગાસિટી સુધી વિજ્ઞાન નગરી (ICO Examination Of Vigyan Nagari) પહોંચી રહી છે. ગુજરાતના વિક્રમ સારાભાઈની જેમ અન્ય વૈજ્ઞાનિકો બહાર આવે તે માટે પાયામાંથી વૈજ્ઞાનિકો શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાળકો પહેલા વિજ્ઞાનમાં રુચિ કેળવે માટે ISO અને ICO જેવી પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે.

બાળકો પહેલા વિજ્ઞાનમાં રુચિ કેળવે માટે ISO અને ICO જેવી પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે.

વિજ્ઞાનનગરીની ISO અને ICO પરીક્ષા શું છે?

ભાવનગરની વિજ્ઞાન નગરી (bhavnagar vigyan nagari)એ હાલમાં ISO એટલે કે Indian Science Olympiad પરીક્ષાનું આયોજન કર્યું હતું. તેવી રીતે ICO એટલે Indian Cyber Olympiad પરીક્ષા પણ લેવામાં આવતી હોય છે. વિજ્ઞાન નગરીના એકેડેમિક હેડ માયાબેન કુંવરાણીએ જણાવ્યું હતું કે, ISO અને ICO પરીક્ષાનું આયોજન બાળકોમાં રુચિ કેળવાય તેવા હેતુથી કરવામાં આવે છે. ISOમાં માત્ર વિજ્ઞાનના પ્રશ્નો (iso exam questions) હોય છે. જે સિલેબસ આધાર પર પુછાય છે. જ્યારે ICOમાં કોમ્પ્યુટર, ગણિત, ઈંગ્લિશ અને રિઝનલ પ્રશ્નો પૂછવામાં આવે છે.

આ પણ વાંચો: Bhavnagar Education Committee Budget : 127 કરોડનું બજેટ ચૂંટણીલક્ષી હોવાનો વિપક્ષનો વાર

વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા કેળવાય છે

ICOમાં કોમ્પ્યુટર, ગણિત, ઈંગ્લિશ અને રિઝનલ પ્રશ્નો પૂછવામાં આવે છે.

ભાવનગર (ICO Exam In Bhavnagar) સહિત આ પરીક્ષાઓ દિલ્હી (ISO And ICO Exam In Delhi), હૈદરાબાદ અને મુંબઈ સુધી આ વર્ષે પહોંચી ગઈ છે. વિજ્ઞાન નગરીના એડવાઇઝરી કમિટી મેમ્બર (Vigyan Nagari Advisory Committee) ભાવનાબેન જાનીએ જણાવ્યું હતું કે, ભાવનગરની ISO પરીક્ષા માત્ર પરીક્ષા નથી. બાળકોમાં વિજ્ઞાન, ગણિત જેવા વિષયોમાં ખરેખર કેટલી સમજ પડી રહી છે તે જાણવાનો પ્રયાસ છે. આ પ્રકારની પરીક્ષાથી બાળકોમાં એક ટેવ પડે છે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા કેળવાય છે. હાલમાં લેવાયેલી ISO પરીક્ષામાં સરકારી શાળાના આચાર્ય ભગવતીબેન બાલધીયાએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન નગરી દ્વારા લેવાતી પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ વધે છે.

40 હજાર બાળકોએ ISO પરીક્ષા આપી

ભાવનગરની વિજ્ઞાન નગરીમાં 40 હજાર બાળકોએ ISO પરીક્ષા આપી છે.

તેમણે જણાવ્યું કે, અમારી શાળામાંથી 36 જેટલા બાળકોએ આ પરીક્ષા આપી છે. ધોરણ 5 પછીના બાળકો આ પરીક્ષા આપી શકે છે. બાળકમાં રહેલો એક વૈજ્ઞાનિક આવી પરીક્ષાથી બહાર આવી શકે છે. ભાવનગરની વિજ્ઞાન નગરીમાં 40 હજાર બાળકોએ ISO પરીક્ષા આપી છે. શાળાઓ થકી વિદ્યાર્થી આવે તો ફીમાં 20 ટકા ડિસ્કાઉન્ટ છે, જ્યારે સીધો આવે તો 60 રૂપિયા માત્ર પરીક્ષા ફિસ (ISO And ICO Exam Fees) છે. પરીક્ષાની પદ્ધતિ પણ સ્પર્ધાત્મક રીતે લેવામાં આવે છે. 4 વિકલ્પ પૈકી એક જવાબ પર માત્ર રાઉન્ડ કરવાનું રહે છે.

આ પણ વાંચો: Books price of kilo in Bhavnagar: આ શહેરમાં વેચાય છે કિલોના ભાવે પુસ્તકો

દરેક રાજ્યની શાળાઓ ભાગ લે તેવી અપીલ કરી

વિજ્ઞાન નગરીના કોર્ડીંનેટર અને HR મીનું સિંહાએ જણાવ્યું હતું કે, ISO અને ICO પરીક્ષાઓ આજે મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદ સુધી પહોંચી છે અને અમારી કોશિશ દેશના ખૂણે ખૂણે પહોંચાડવાની છે. બીજા રાજ્યોને અમે સંદેશો આપીએ છીએ કે ફિસ એકદમ ઓછી છે આથી દરેક રાજ્યની શાળાઓ ભાગ લે તેવી અપીલ છે. આ પરીક્ષાથી બાળકોમાં સ્પર્ધાત્મક પરીક્ષા બેન્કિંગ, રેલવે અને GPSC વિશે નાનપણથી કેળવણી થશે અને યુવા અવસ્થામાં તેને તાણ નહીં અનુભવવી પડે. તેમજ વિજ્ઞાનના રુચિવાળા બાળક આગળ આવી શકે છે અને સમાજ માટે નવી શોધ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.