- ભાવનગર નારી ચોકડીથી આગળ રેલવે બ્રિજમાં ગાબડું (Gabdu) પડ્યું
- મોડી રાતના વરસાદ બાદ ધોવાણ થતા અમદાવાદ હાઇવે બંધ
- લોકોને કેબલ સ્ટેઇડ પુલકે ધંધુકા હાઇવેથી જવું પડશે બે ચાર દિવસ
ભાવનગર: શહેરના નારી ચોકડીથી અમદાવાદ તરફ જતા માર્ગમાં નારી ચોકડીથી અડધો કિલોમીટર આવેલા બ્રિજમાં માટી ધસી પડવાથી હાઇવેને બંધ કરવાની ફરજ પડી છે. સ્થાનિક તંત્ર હાલ રસ્તો બંધ કરીને રીપેરીંગ કરવામાં લાગ્યું છે. જોકે, કામ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી બે-ચાર દિવસ વાહન ચાલકોને ફરીને અમદાવાદ તરફ જવું પડશે. ભાવનગર-અમદાવાદ હાઇવે જવા નારી ચોકડીથી આગળ થોડે આવેલો રેલવે ટ્રેકના બ્રિજમાં ગાબડું ગત રાત્રે આવેલા વરસાદથી પડતા રસ્તો બંધ થયો છે. સ્થાનિક તંત્ર રીપેરીંગ કરવા કામે લાગ્યું છે પણ ઊંચાઈ વધુ હોવાથી તાત્કાલિક એક દિવસમાં થાય તેવી સંભાવના નથી. આથી બે-ચાર દિવસ લાગે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
નારી ચોકડીથી આગળ રેલવે ટ્રેક પાસેનો બ્રિજમાં ગાબડું પડ્યું
ભાવનગર શહેરનું પ્રવેશ દ્વાર નારી ચોકડી છે. એક તરફ રાજકોટ જવાય છે તો એક તરફ અમદાવાદ તેમજ બીજી બાજુથી સોમનાથ ત્યારે, અમદાવાદ તરફ ઉત્તરમાં જવાનો હાઇવે નારી ચોકડીથી આગળ અડધો કિલોમીટર જતા રેલવે બ્રિજ આવે છે. જ્યાં બ્રિજમાં ગત રાત્રે આવેલા જોરદાર વરસાદમાં રોડ ધસી પડ્યો છે અને પુલની રક્ષા દીવાલ તૂટવાથી રસ્તાની માટી સરી પડતા રસ્તો અડધો તૂટી ગયો છે. મોટા વાહનોને ચાલવાનું બંધ કરવામાં આવ્યું છે. નાના સ્કૂટર જેવા વાહનો નારી ગામના હોય તેવા લોકોનું થોડું અવન-જવન શરૂ છે.
આ પણ વાંચો: થરાદના ચરાડા ગામની સીમમાં કેનાલમાં 20 ફૂટનું ગાબડું, જીરાના પાકમાં નુકસાન
શું મુશ્કેલી રસ્તો બંધ થવાથી વાહનચાલકોને
ભાવનગર નારી ચોકડી આગળનો પુલ તૂટવાથી અમદાવાદ તરફથી આવતા મોટા ટ્રક અને મુસાફરો તેમજ અપડાઉન કરતા લોકોને નારી ચોકડીથી ભાવનગર શહેરમાં થઈને કેબલ સ્ટેઇડ પુલથી પસાર થવાનો સમય આવ્યો છે. એટલે 10થી વધારે કિલોમીટર ફરવું પડશે. બીજી બાજુ અમદાવાદ ધંધુકા હાઇવે પરથી ચાલવાની ફરજ પડી છે. એ એન્ડ બી વિભાગના અધિકારી પટેલ સાહેબએ જણાવ્યું હતું કે, હવે આ રોડ નેશનલ રોડ ઓથોરિટીના હાથમાં છે. એટલે તેમના દ્વારા કામ આરંભવામાં આવ્યું છે અને થઈ જશે.
આ પણ વાંચો: ચુવા ઉચપા માઇનોર કેનાલમાં પડ્યું પાંચ ફૂટનું ગાબડું