ભાવનગર -ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારના દિવસે હનુમાન જયંતિ (Hanuman Jayanti 2022)જેવો સંયોગ વર્ષો પછી આવ્યો છે. આપણે વાત કરાશું ભાવનગરના પ્રખ્યાત ગોળીબાર હનુમાનજી અને તેમના મંદિરના (History Of Golibar Hanumanji Mandir ) ઇતિહાસ વિશે. શનિવારના હનુમાન જયંતિ નિમિતે મંદિરમાં મહાઆરતીનું (Maha Arti on Hanuman Jayanti) પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગોળીબાર હનુમાનજી મંદિરનો ઇતિહાસ અને રજવાડું -ભાવનગર એટલે આઝાદી પહેલાનું ગોહિલવાડ રાજ્ય અને ગોહિલવાડની ભૂમિ એટલે સઁતોની ભૂમિ તરીકે ઓળખાય છે. ગોહિલવાડના રાજ્યમાં ભાવનગર શહેરની ઉત્પત્તિ થઈ અને વિકાસ પામ્યું છે. રજવાડા સમયમાં શહેરની છેવાડે એક મેદાન હતું. જેનું નામ જવાહરમેદાન અને ગધેડિયા ફિલ્ડ પણ કહેવામાં આવતું હતું. જવાહર મેદાનની જગ્યા ખરેખરમાં દેશના રક્ષા મંત્રાલયની છે જેથી અહીં તે સમયે આર્મીના જવાનો માટે આ જગ્યા ફાયરિંગ બટ તરીકે ઓળખાતી હતી. અહીં લશ્કરના જવાનો ફાયરિંગની તાલીમ લેતા હતાં. આજથી અંદાજે 225 વર્ષ પહેલાં અહીં લશ્કરના જવાનો ફાયરિંગની તાલીમ લેતાં હતાં. તે સમયે જવાનોને અલોકિક ચમત્કાર થયો અને અને આકાશી તેજ પ્રસર્યું અને તે સમયે એક મૂર્તિ નજરે ચડી હતી જે આજે ભાવનગરની મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજીનું (History Of Golibar Hanumanji Mandir )સ્થાનક છે.
શા માટે નામ પડ્યું હનુમાનજીનું "ગોળીબાર" હનુમાન -આ ગોળીબાર હનુમાનજીને ગોળીબાર હનુમાનજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ મૂર્તિને મેદાનની સામેના છેડે સ્થાપિત (History Of Golibar Hanumanji Mandir ) કરવામાં આવી હતી અને એક નાની દેરીથી બનેલ મંદિર આજે ગોળીબાર હનુમાનજી મંદિર તરીકે જાણીતું બન્યું છે. અહીં લશ્કરના જવાનોને ગોળીબારની તાલીમ અપાતી હોવાથી હનુમાનજીનું નામકરણ ગોળીબાર હનુમાનજી તરીકે જાહેર થયું હતું. અહીં હાલમાં મંદિરના મહંત તરીકે મદનમોહનદાસજી બાપા હનુમાનજી મહારાજની (Golibar Hanumanji Temple Mahant Madanmohandas Bapa)સેવા કરી રહ્યા છે. હાલ બાપાની ઉમર 115 વર્ષથી વધુ છે અને નાદુરસ્ત તબિયત ધરાવે છે તેઓએ અહીં નાની દેરીમાંથી વિશાળ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કર્યું છે. અહીં હનુમાનજીની મૂર્તિ ઉપરાંત હિન્દૂ સમાજના અનેક દેવદેવીઓના મંદિર અને મૂર્તિઓ જોવા મળે છે. તમામાં વર્ગના ભક્તો આ મંદિર પ્રત્યે આસ્થા ધરાવે છે.
આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022: ભવનાથમાં હનુમાન જયંતીએ 11,000 મોતીચૂર લાડુનો મનોરથ પૂર્ણ કરાશે
મંદિરના મહંત દ્વારા સામાજિક પ્રવૃતિઓ પણ ઘણી ખરી -આ મંદિરના મહંત મદનમોહનદાસજી બાપા(Golibar Hanumanji Temple Mahant Madanmohandas Bapa) દ્વારા છેલ્લા 60 વર્ષથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા (History Of Golibar Hanumanji Mandir )આપવામાં આવી રહી છે. અહીં દરરોજ સવારે જરૂરિયાતવાળા લોકોને છાશનું પણ વિતરણ કરવામાં આવે છે.
ગાયો માટે ગોશાળા- અહીં મંદિરની સામે આવેલી ગૌશાળામાં 200થી વધુ ગાયની સારસંભાળ (History Of Golibar Hanumanji Mandir ) રાખવામાં આવે છે. અહીં વાર તહેવારોમાં ગાય માટે ઔરમુ તેમજ લાડવા અને માલપુવાનું ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે. બાપાનો મંત્ર રહ્યો છે કે ગૌસેવા પરમો ધર્મ અને તે વાતને સેવક સમુદાય પણ અનુસરી રહ્યો છે. મદનમોહનદાસ બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કે અન્ય આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Ram Darbar At Bhavnagar: ભાવનગરમા મોરારી બાપુના સાનિધ્યથી ગુજરાતનો પ્રથમ રામ દરબાર શરૂ થયો
ભૂકંપ સમયે પણ ઉમદા સેવા આપી - ભૂકંપ સમયે બાપા ખુદ(Golibar Hanumanji Temple Mahant Madanmohandas Bapa) કચ્છ દોડી ગયા હતાં અને હજારો લોકોને હનુમાનજી મહારાજની પ્રસાદી તરીકે કિટનું વિતરણ કર્યું હતું. વાવાઝોડાના સમયે સ્થાનિક લોકોને માટે કઢી ખીચડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. બાપા દ્વાર ગોળીબાર હનુમાનજી મંદિર ઉપરાંત ઉખરલા તેમજ ચરખા (બાબરા ) ખાતે અને સ્થાનિક બાવળીયા હનુમાનજી મંદિરનું (History Of Golibar Hanumanji Mandir ) પણ નિર્માણ કરવામાં આવ્યા છે.
હનુમાનજીની અલગ અલગ રુપની પ્રતિમાઓ- ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજની 5 અલગ અલગ મુદ્રાની પ્રતિમાઓ (History Of Golibar Hanumanji Mandir )જોવા મળે છે. જવાહર મેદાનમાં વિવિધ કથાકારોની યોજાતી કથાઓના સમયે મદનમોહનદાસ બાપા (Golibar Hanumanji Temple Mahant Madanmohandas Bapa) દ્વારા અહીં અન્નક્ષેત્ર ખુલ્લા મુકવામાં આવે છે અને લોકો મોટી સંખ્યામાં પ્રસાદી લાભ લેતા હોય છે. અહીં રામનવમી ,હનુમાનજયંતિ ,અન્નપૂર્ણા માતાજીનું વ્રત અને સાતમ, આઠમ તેમજ શિવરાત્રી જેવા પાવન પ્રસંગોની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવે છે. ગૌ સેવાઅને ભૂખ્યાને ભોજન અને અને સદાવ્રતના કારણે આ મંદિર ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે. આ મંદિરમાં હાલ મદનમોહનદાસ બાપાની સેવામાં સરજુદાસજી મહારાજ તેમજ કલ્યાણીબેન (Hanuman Jayanti 2022) જોડાયેલા છે.