ETV Bharat / city

સરકારી શિક્ષકની પહેલઃ સરકારી શાળા સહિતના ગરીબ બાળકોને ઓનલાઇન અભ્યાસ અને ટેસ્ટ ફ્રીમાં - BhavnagarTeacher

એકતરફ કોરોના મહામારીમાં ખાનગી શાળાઓ ફી માટે ઓનલાઇન શિક્ષણ આપી રહી છે, તો બીજી બાજુ સરકારી શિક્ષકની એક વિચારની પહેલે ગરીબ બાળકો માટે શિક્ષણ તો ઠીક ટેસ્ટ એટલે પરીક્ષા પણ રોજેરોજ લેવાય તેવી વ્યવસ્થા ઉભી કરી દીધી છે. ભાવનગરના શિક્ષકના વિચારમાં સમગ્ર ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓ જોડાયાં અને દોઢ લાખ ટેસ્ટ બાળકોએ આપી તો ગરીબ વાલીઓમાં પણ શિક્ષણ નહીં બગડવાને કારણે આનંદ છવાઈ ગયો છે.

સરકારી શિક્ષકની પહેલઃ ગરીબ સરકારી શાળા સહિતના બાળકોને ઓનલાઇન અભ્યાસ અને ટેસ્ટ ફ્રીમાં

author img

By

Published : Jun 27, 2020, 5:36 PM IST

ભાવનગરઃ મન હોય તો માળવે જવાય આ કહેવતને ભાવનગરના સરકારી શિક્ષકોએ સાર્થક કરી છે. એકતરફ શહેરમાં ખાનગી શાળાઓ ફી લેવા ઓનલાઇન શિક્ષણ આપવા મથી રહી છે, ત્યારે ભાવનગરના સરકારી શિક્ષકો ગરીબ બાળકોને શિક્ષણ કેમ આપવું તેના પર કામ કરી રહ્યાં છે. 21 શિક્ષકોની ટીમ દરેક બાળકો માટે ધોરણ મુજબ ઓનલાઇન વીડિયો અને ટેસ્ટ પણ લઈ રહ્યાં છે. ચાલો જાણીએ કોણ છે આવું વિચારનારા શિક્ષક...

સરકારી શિક્ષકની પહેલઃ ગરીબ સરકારી શાળા સહિતના બાળકોને ઓનલાઇન અભ્યાસ અને ટેસ્ટ ફ્રીમાં
આમ તો કોરોના મહામારીમાં બધું ઠપ થઈ ગયું છે પણ શિક્ષણને ઠપ કરી શકાય નહીં. જો કે બાળકોના હિત માટે સરકારે શાળાઓ બંધ રાખી છે અને ખાનગી શાળાઓ ફી કેમ ઉઘરાવી શકાય માટે ઓનલાઇન શિક્ષણ આપીને પોતાની મનમાની ચલાવી રહી છે, ત્યારે ભાવનગરના સરકારી શાળાના બાળકોનું શું એવો વિચાર જરૂર આવે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે અલગ અલગ શાળાના 21 શિક્ષકોની ટીમ બની છે. દરેક બાળકના શિક્ષણ માટે ઓનલાઇન વીડિયોની સુવિધા છે અને વીડિયો દ્વારા અભ્યાસક્રમ કર્યા બાદ તેની રોજ ટેસ્ટ લેવામાં આવે છે. એ પણ ઓનલાઇન બોલો છેને નવાઈની વાત. પણ આ શિક્ષકો ફી માટે નહીં શિક્ષણ આપવાના હેતુથી કામ કરી રહ્યાં છે. સરકારી શિક્ષકોના પગાર પણ 15 દિવસ 30 દિવસ મોડા થતાં હોય છે પણ આ શિક્ષકો પોતાની ગુરુ તરીકેની ફરજ ભૂલતાં નથી.

સરકારી શિક્ષણ એટલે ગરીબ બાળકોનું શિક્ષણ, ત્યારે દરેક વાલીને ધ્યાનમાં લઈને ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગરની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના શિક્ષકે આ પહેલ કરી છે. આજદિન સુધીમાં 375 જેટલા વીડિયો ઓનલાઇન મૂકાઈ ચૂક્યાં છે અને દોઢ લાખથી વધુ બાળકોએ પરીક્ષા પણ આપી છે. વીડિયો બાદ બીજા દિવસે ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવે છે. ઇન્દિરાનગરના આચાર્યનો એક વિચાર અમલમાં આવતાં તેમની સાથે 20 શિક્ષકો જોડાયાં અને દરેક વિષયના વીડિયો અને ટેસ્ટ સમગ્ર ગુજરાતના બાળકો જોઈને ટેસ્ટ આપી રહ્યાં છે. વાલીનુ કહેવું હતું કે બાળકોને શિક્ષણ કેમ આપશું પણ આજે લિંક આવતાંની સાથે વાલી ફોન બાળકને આપે છે એટલે ગરીબ વર્ગના વાલીઓની જાગૃતિથી શિક્ષકો ખુશ છે અને વિદ્યાર્થીઓ પણ.

બાળકોના શિક્ષણ માટે ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ પરમારે લોકડાઉનમાં ઘરે બેસીને સમય પસાર કરવા કરતાં બાળકોનું શિક્ષણ ઘરે બેસીને કેમ આપવું તેના પર વિચાર કર્યો અને અમલમાં મૂક્યો. તેમના વિચારના અમલીકરણથી આકર્ષાઈને ખેડા, કપડવંજ, રાજુલા અને ભાવનગર જિલ્લાના શિક્ષકો પ્રેરાયાં અને 21 શિક્ષકની એક ટીમ બની ગઈ. બાળકોને પિતાના ફોનમાં ઈન્ટરનેટ ન હોય તો શાળામાં વાઇફાઇની સુવિધા ઉભી કરાઇ છે એટલે બાળકો શાળાની આસપાસ આવીને નેટ સુવિધા મેળવી શકે છે. જેની પાસે મોબાઈલ નથી તેને સાથી મિત્ર શોધીને સમસ્યા હલ કરી રહ્યાં છે. દોઢ લાખ ટેસ્ટ લેવાઈ ચુકી છે અને હજુ આ સિલસિલો યથાવત છે. જેને ખાનગી શાળાના અને અન્ય શિક્ષકોએ ઉદાહરણરુપ સમજી શિક્ષણ વિકાસમાં જરૂર રસ લેવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.