- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) ડ્રીમ પ્રોજેક્ટ ભાવનગરની ઘોઘા રો રો ફેરી સેવા કાલથી શરૂ
- આવતીકાલ (19 ઓક્ટોબર)થી ત્રણ મહિના પછી ભાવવધારા સાથે આ સર્વિસનો હજિરાથી પ્રારંભ થઈ રહ્યો છે
- એક તરફ મોંઘવારીનો માર બીજી તરફ ભાવ વધારા સાથે રોરો ફેરી (RORO Ferry Service) શરૂ થશે
ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ (PM Narendra Modi Dream Project) ઘોઘા હજિરા રો રો ફેરી સર્વિસ (Ghogha Hazira RORO Ferry Service) આવતીકાલથી (19 ઓક્ટોબર) શરૂ થઈ રહી છે. ત્યારે 3 મહિના પછી શરૂ થઈ રહેલી આ સર્વિસમાં ભાવવધારો કરાયો છે. જોકે, પહેલાથી જ પાપા પગલી કરતી આ સર્વિસમાં ભાવ વધારો થતા પ્રવાસીઓમાં ઘટાડો આવે તેવી શક્યતા છે. જોકે, લોકોનો સમય બચશે, પરંતુ ભાવવધારો માથાનો દુઃખાવો બની રહેશે. ભાવનગરની 3 મહિનાથી બંધ હજિરા ઘોઘા રો રો ફેરીનો (RORO Ferry Service) પ્રારંભ થશે. આવતીકાલથી વાહનના ભાડામાં વધારા સાથે હજિરાથી ઉપડશે. બપોરે ભાવનગરથી ફેરી જશે આત્મહત્યા જેવા બનેલા બનાવ બાદ ફેરીમાં સિક્યોરિટી ગાર્ડ અને CCTV સાથે એલર્ટ રહેશે. જોકે, ત્રણ મહિનાના મેઈન્ટેનન્સ સાથે આ સર્વિસનો પ્રારંભ થઈ રહ્યો છે.
આ પણ વાંચો- ભાવનગર એરપોર્ટથી ચાર હવાઈ સુવિધા અને ઘોઘા-મુંબઈ દરિયાઈ સુવિધામાં વધારો
દહેજ બાદ હજિરા રો રો ફેરીની ડચકા કેમ અને શું બનાવો? તેની એક ઝાંખી
ભાવનગરના ઘોઘા બંદરને ધમધમતું કરવા તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયાઈ પરિવહન માટે એક ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા દહેજ ફેરીનું વર્ષ 2012માં ખાતમુહૂર્ત કર્યું હતું. 350 કરોડ રૂપિયાનો પ્રોજેકટ 700 કરોડે જઈને અટક્યા પછી પણ અવિરત ચાલ્યો નહીં. એન્જિનિયર્સ, સરકારી તંત્રના આયોજનના અભાવમાં અવિરત સેવા પ્રાપ્ત થઈ નહીં અને અંતે વડાપ્રધાન બન્યા બાદ આ પ્રોજેકટ કેન્દ્ર સરકારે હસ્તગત કર્યો છે. દહેજમાં કાપના પગલે, જહાજના એન્જિન બંધ થવાના પગલે 5થી વધુ વખત ફેરી બંધ રહી હતી. અત્યારે હજિરા શરૂ થયા બાદ પહેલી વખત મેઈટનન્સના કારણે 3 માસ બંધ રહી છે.
આ પણ વાંચો- આજથી થયો ગીર સાસણ સફારી પાર્કનો પ્રારંભ, પ્રવાસીઓએ કર્યા પ્રથમ દિવસે સિંહ દર્શન
આત્મહત્યા કરવાનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરાયો કરાઈ પણ સિક્યોરિટી શું?
ભાવનગરના ઘોઘા થઈ હજિરા શરૂ થતાં સુરત જનારા વેપારીઓ અને હીરાના વ્યવસાયકારો માટે આ ખૂબ ફાયદાકારક બની છે, પરંતુ રો રો ફેરીને આત્મહત્યાનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ થયો છે. હાલમાં 4 મહિના પહેલા બનાવ બનતા ફેરી ફરી વિવાદમાં આવી હતી. બટુકભાઈ સુતરિયા નામના 69 વર્ષના એક શખ્સ ચાલુ ફેરીએ દરિયામાં કૂદકો માર્યો હતો. આ મામલે ઘોઘા ટર્મિનલના મેનેજર વિક્રમભાઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જહાજમાં CCTV છે અને 4 જેટલા સિક્યોરિટી ગાર્ડ છે, પરંતુ કોઈ શખ્સ સામે ચાલીને આ પ્રકારનું પગલું ભરે તો જહાજ સંચાલકો પછી શું કરી શકે.
ઘોઘા ટર્મિનલના મેનેજરે ETV Bharatને જણાવ્યું હતું કે...
ઘોઘા ટર્મિનલના મેનેજર વિક્રમભાઇએ ETV Bharat સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે ભાવનગરથી સુરત વચ્ચે ચાલતી ફેરી આવતીકાલ (મંગળવાર, 19 ઓક્ટોબર) સવારે 8 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે. હજિરાથી લઈને પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ ફેરી ભાવનગર 12 વાગ્યાની આસપાસ પહોંચશે. જ્યારે બપોરે 3 વાગ્યે ફરી ભાવનગરથી હજિરા તરફ ઉપડશે અને હજુર 7 કે 8 વચ્ચે પહોંચશે. જોકે, ફેરીમાં ભાડાની પરિસ્થિતિ જોવામાં આવે તો વધેલી મોંઘવારીમાં વધારો પણ કરવામાં આવ્યો છે. ટૂ વહીલરમાં 200 હતા તેના 500 રૂપિયા કરવામાં આવ્યા છે. કારમાં 1,300 હતા ત્યાં 1,400 કરવામાં આવ્યા છે. તો ટ્રક જેવા વાહનમાં 8,000 તેના 8,500 કરવામાં આવ્યા છે. આ માત્ર વાહનોનું ભાડું છે. હવે વાહનમાં જેટલા લોકો હશે તેને પોતાની ટિકીટ અલગ લેવાની રહે છે. જહાજમાં 500 લોકો માટેની વ્યવસ્થા છે જેમાં એક્ઝિક્યુટિવના 625 રૂપિયા, બિઝનેસના 825 રૂપિયા અને વીવીઆઈપીના 1700 રૂપિયા છે આ દરવક ક્લાસમાં 50 રૂપિયાનો વધારો છે લોકોની અપેક્ષા છે કે, રો રો ફેરીની સેવા અવિરત ચાલુ રહે, જેથી સુરત, મુંબઈ તરફ જનારા લોકોને સમયની બચત થાય તેમ જ પરિવહન કરનાર ટ્રાન્સપોર્ટરોને પણ તેનો ફાયદો મળતો રહે.
રો રો ફેરી 19 તારીખથી પ્રારંભ શું ભાવ વધારો છે અને શું રહેશે સમય?
ભાવનગરથી સુરત વચ્ચે ચાલતી ફેરી આવતીકાલ (મંગળવાર, 19 ઓક્ટોબર) સવારે 8 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે. હજિરાથી લઈને પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ ફેરી ભાવનગર 12 વાગ્યાની આસપાસ પહોંચશે. જ્યારે બપોરે 3 વાગ્યે ફરી ભાવનગરથી હજિરા તરફ ઉપડશે અને હજુર 7 કે 8 વચ્ચે પહોંચશે. જોકે, ફેરીમાં ભાડાની પરિસ્થિતિ જોવામાં આવે તો વધેલી મોંઘવારીમાં વધારો પણ કરવામાં આવ્યો છે. ટૂ વહીલરમાં 500 રૂપિયા કરવામાં આવ્યા છે. કારમાં 1,300 હતા ત્યાં 1,400 કરવામાં આવ્યા છે. તો ટ્રક જેવા વાહનમાં 8,000 તેના 8,500 કરવામાં આવ્યા છે. આ માત્ર વાહનોનું ભાડું છે. હવે વાહનમાં જેટલા લોકો હશે તેને પોતાની ટિકીટ અલગ લેવાની રહે છે. લોકોની અપેક્ષા છે કે, રો રો ફેરીની સેવા અવિરત ચાલુ રહે, જેથી સુરત, મુંબઈ તરફ જનારા લોકોને સમયની બચત થાય તેમ જ પરિવહન કરનાર ટ્રાન્સપોર્ટરોને પણ તેનો ફાયદો મળતો રહે.