ETV Bharat / city

સરકારી તંત્રે મહિલાઓને એકઠી કરીને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા

ભાવનગરમાં આશરે 7 કરોડથી વધુ દંડ માસ્કનો કોરોનાકાળમાં લેવામાં આવ્યો છે. માથા દીઠ સ્થાનિક તંત્રે સરકારના આદેશ મુજબ લોકોને નિયમ ભંગ બદલ દંડિત કર્યા અને પોલીસ ફરિયાદ પણ કરી છે. ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોના જતો રહ્યો હોય તેમ સરકારનું તંત્ર અને તેના ઉચ્ચ અધિકારીઓ મંચ પર હાજર રહીને ભીડ એકઠી કરવામાં લાગ્યા છે. નારી ગૌરવ દિવસની ઉજવણી કરવા મહિલાઓને એકઠી કરાઈ અને સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડ્યા તો ક્યાંક માસ્ક વગર લોકો જોવા મળ્યા હતા.

મહિલાઓને એકઠી કરીને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા

author img

By

Published : Aug 5, 2021, 8:22 AM IST

  • મેયરની ઉપસ્થિતિમાં નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ
  • ઉજવણીમાં તંત્રએ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડયા
  • અટલબિહારી વાજપાઈ ઓપન થેટરમાં મહિલાઓને એકઠી કરી

ભાવનગર : શહેરમાં કોરોનામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના મુદ્દે તંત્રએ લોકો પાસેથી દંડના રૂપે જેલ બતાવીને પૈસા દંડ સ્વરૂપે લેવામાં બાકી રાખ્યા નથી. લોકોને એકઠા કરીને કાર્યક્રમ કરનારા સામે ફરિયાદ કરી પગલા ભરનારી સરકારનું તંત્ર જ લોકોને એકઠા કરવામાં અને કોરોનાના નિયમના ધજાગરા ઉડાડવામાં લાગી ગયું છે.

નારી ગૌરવ દિવસે કાર્યક્રમ યોજીને મોટી સંખ્યામાં મહિલાઓને એકઠી કરી

ભાવનગરના આંગણે સરકાર પોતાના પાંચ વર્ષની કામગીરીનો હિસાબ આપવા માટે કાર્યક્રમો કરી રહી છે. ત્યારે નારી ગૌરવ દિવસ નિમિત્તે સ્થાનિક તંત્ર દ્વારા અલગ-અલગ કાર્યોના એક કાર્યક્રમ યોજીને મોટી સંખ્યામાં મહિલાઓને એકઠી કરી હતી. ભાવનગર મોતીબાગમાં આવેલા અટલ બિહારી વાજપાઈ ઓપન થિયેટરમાં સખી મંડળ સહિતની બહેનોને બોલાવીને સ્થાનિક તંત્રના કલેકટર, DDO, મનપાના કમિશ્નર અને મેયર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ભાવનગરમાં મુખ્યપ્રધાને કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

તંત્ર હજારોની સંખ્યામાં લોકોને એકત્રિત કરીને સોશિયલ ડિસ્ટન્સના ધજગરા ઉડાડી રહ્યું

ભાવનગરમાં કેસ નહિવત થયા છે પરંતુ કોરોના ગયો નથી. સરકાર એક બાજુ લોકો એકઠા ન કરવા જણાવે છે અને બીજી બાજુ સરકારના આદેશથી તેમનું તંત્ર હજારોની સંખ્યામાં લોકોને એકત્રિત કરીને કોઈ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજગરા ઉડાડી રહ્યું છે.

આ પણ વાંચો : આંશિક નિયંત્રણોમાં છૂટછાટથી ભુજની બજારો ધમધમી, કોરોના ગાઈડલાઈનનો ભંગ

લોકોને પાસેથી હજારોનો દંડ લેનારી સરકાર અને તેના તંત્ર માટે નિયન નહિ ?

પ્રજામાં સવાલ ઉભો થયો છે કે, લોકોને કાયદો બતાવીને હજારોનો દંડ લેનારી સરકાર અને તેના તંત્રને શુ કોરોના નથી રહ્યો ? જે કાર્યક્રમમાં કલેકટર, ડીડીઓ, કમિશ્નર જેવા ઊચ્ચ અધિકારી હોવાથી અને સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડાડીને કોરોનાના નિયમોને નેવે મુકવામાં આવતા હોય તો એવું લાગે કે, શું ત્રીજી લહેર નથી આવવાની ? કે પછી કાયદો પ્રજા માટે જ છે ?

મહિલાઓને એકઠી કરીને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા
મહિલાઓને એકઠી કરીને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.