ભાવનગરઃ ગણેશોત્સવ નજીક આવતાં ભાવનગર શહેરમાં ગણપતિ બાપા માટેની મૂર્તિઓ બનાવવાની (Ganeshotsav 2022 ) શરૂઆત થઈ ગઇ છે. મૂર્તિઓ બનાવવા માટે કાચામાલના ભાવનો વધારો થતાં અને કોરોનાકાળ બાદ લોકો આર્થિક ભીંસમાં ગણપતિ બાપાના ઉત્સવની ઉજવણી કેવી કરશે તેની ચિંતામાં મૂર્તિ બનાવતા કારીગરો છે. મૂર્તિઓનું ઉત્પાદન પણ ઓછું કરવામાં આવ્યું છે તેમ ભાવનગરમાં (Bhavnagar Ganesh Idols) એકસ્થળે મૂર્તિ બનાવવાવાળા મળવા પણ મુશ્કેલ છે.
ગણપતિ મૂર્તિઓના કારીગરો બે વર્ષ બાદ તૈયારઃ કોરોનાકાળના વર્ષો વીત્યા બાદ હવે પેટિયું ભરવા ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બનાવતા કારીગરો ખુલીને આવ્યા છે. શ્રાવણ બાદ આવતા ગણપતિ ઉત્સવમાં (Ganeshotsav 2022 ) કમાવાની આશા સેવતા કારીગરોને સહેલી કમાણી દેખાતી નથી. ગણપતિની 12 સેન્ટિમીટરથી લઈને 8 ફૂટ સુધીની મૂર્તિઓ બનાવતા કારીગરોએ પ્રારંભ કરી દીધો છે. ચાલુ વર્ષે લોકોની ઉજવણી પર મદાર રાખીને કારીગરો બેઠા છે.
આ પણ વાંચોઃ ગણપતિ ઉત્સવ બંગાળી મૂર્તિકારો માટે સુરત છે કર્મભૂમિ
શું આવ્યું વિઘ્ન કારીગરોને અને શું અપેક્ષા: મૂર્તિ બનાવતા કારીગરો ટેન્ટ નાખીને સરકારની જવાહર મેદાનની જગ્યામાં વ્યાપાર કરતા હતા. પરંતુ હાલમાં આ જગ્યામાં મૂર્તિના કારીગરોને સ્થાન મળ્યું નથી. જેથી દરેક છુટ્ટા છવાયા શહેરના અલગ અલગ વિસ્તારમાં જતા રહ્યા છે. આથી ભાવનગરવાસીઓને એકસ્થળે મૂર્તિઓ જોવા નહીં મળે. મૂર્તિ બનાવવામાં સમય લાગતો હોય છે ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિમાં મોટી બનાવે તો 8 દિવસ લાગે છે જ્યારે માટીની બનાવે તો 15 દિવસ લાગે છે.
આ પણ વાંચોઃ ગણપતિ બાપ્પા મોરિયા : ગણેશ ઉત્સવને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
મૂર્તિઓના ભાવ શું રહેવાની શક્યતા અને કેમઃ ભાવમાંગર શહેરમાં મૂર્તિઓ એક સ્થળે જવાહર મેદાનમાં મળતી હતી. પણ હવે ઠેર ઠેર ફરવું પડે તો નવાઈ નહીં.જો કે સૌને મનમાં હશે કે મૂર્તિના ભાવ (Ganesh murti price Bhavnagar) શું હશે. ત્યારે અમે તમને બતાવી દઈએ કે મૂર્તિના ભાવડબલ (prices increase for idols) હશે. મૂર્તિ બનાવનારા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કાચો માલ બમણો મોંઘો થયો છે. જેના પગલે નાની 50વાળી મૂર્તિના 100 કરવામાં આવ્યા છે તો 500વાળી મૂર્તિના 800 થી 900 અને 5,000 વાળીના 10,000,15,000 વાળીના 30 હજાર (Ganeshotsav 2022 ) કરવામાં આવ્યા છે. મોંઘવારીના પગલે વ્યાજે પૈસા લાવીને કારીગરો મૂર્તિઓ બનાવવા કાચો માલ લાવતા હોય છે. મૂર્તિ પર કોઈ GST લાગતો નથી.