ETV Bharat / city

ભાવનગરમાં ભરરસ્તે ચાલુ ટ્રાફિકમાં લૂમ ફોડી ફેરવવાના મામલામાં 5ને ઝડપી લેવાયાં, શું સજાની જોગવાઈ જાણો

ભાવનગરમાં દિવાળીના દિવસે જાહેરમાં રાત્રીના 8 કલાકથી દસ કલાક વચ્ચે જાહેરમાં ફટાકડા અનેક લોકો ફોડતા હતાં. પરંતુ લોકોનું જીવન જોખમાય તેવી રીતે ફટાકડાની લેર ( Firecrackers ) હાથમાં સળગતી અને ફૂટતી હાલતે લઈને ગોળ ગોળ ફેરવતો યુવાનનો વિડીયો બે દિવસ બાદ સોશિયલ મીડિયા મારફત સામે આવતા પોલીસે ( Bhavnagar Police ) યુવાનો સામે ફરિયાદી બની ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ભાવનગરમાં ભરરસ્તે ચાલુ ટ્રાફિકમાં લૂમ ફોડી ફેરવવાના મામલામાં 5ને ઝડપી લેવાયાં, શું સજાની જોગવાઈ જાણો
ભાવનગરમાં ભરરસ્તે ચાલુ ટ્રાફિકમાં લૂમ ફોડી ફેરવવાના મામલામાં 5ને ઝડપી લેવાયાં, શું સજાની જોગવાઈ જાણો
author img

By

Published : Nov 8, 2021, 5:37 PM IST

  • દિવાળીના દિવસે જાહેરમાં ફટાકડા જોખમી રીતે ફોડતા વિડીયો વાયરલ
  • વિડીયો ધ્યાને આવતા પોલીસ ફરિયાદી બની પગલાં લીધા
  • આરોપીઓ સામે ગુનો નોંધાયો, 6 માસની સજાની જોગવાઈ

ભાવનગર શહેરમાં દિવાળીના દિવસે શિવાજી સર્કલ પર રાત્રે 8 કલાકથી લઈને 10 કલાક વચ્ચે કેટલાક યુવાનો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા હતાં. ફટાકડા જાહેર રસ્તામાં ફોડવામાં આવતા હતાં. તેમાં એક શખ્સ દ્વારા ફટાકડાની ( Firecrackers ) લેેર હાથમાં લઈને ગોળ ગોળ ફેરવતા રસ્તા ઉપર નીકળતા રાહદારીઓના જીવ જોખમાય તે રીતે ફટાકડા ફોડતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં Bhavnagar Police એ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કઇ કલમ હેઠળ ગુનો નોંધ્યો?

ભાવનગરમાં સોશિયલ સેકટરમાં સ્ટેટસમાં વિડીયો પોલીસે ( Bhavnagar Police ) નિહાળતા તેની તપાસ કરવા અને વીડીયોની ગંભીરતા ધ્યાને લઇ સીસીટીવી જોતા પાંચ યુવાનો આ કૃત્ય કરતા નજરે ચડયા હતાં. જેથી ઘોઘારોડ પોલીસસ્ટેશનના પીઆઇ બી એ ચુડાસમાએ ઇ.પી.કો. કલમ-285, 286, 114, 188 મુજબ ગુનો નોંધ્યો હતો. ઘોઘાજકાતનાકા વિસ્તારના આરોપીઓમાં વિશાલ ઉર્ફે હોઠ કાપલો રમેશભાઇ સોલંકી તથા આશિષ રણજીતભાઇ મકવાણા તથા રાહુલ ઉર્ફે ગીટ્ટી ભરતભાઇ સોલંકી તથા સંજયભાઇ નાનુભાઇ મકવાણાને પકડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. જ્યારે વધુ એક શખ્સ આરોપી હરપાલ ઉર્ફે હરૂ મહીપતસિંહ ગોહિલને પકડવા ચક્રગતિમાન કર્યા હતાં.

રાહદારીઓના જીવ જોખમાય તે રીતે ફટાકડા ફોડવાનો વિડીયો વાયરલ થયો હતો

જાહેરમાં ફટાકડા ફોડતાં શું સજાની જોગવાઈ

જાહેરમાં લોકોની જિંદગી જોખમાય તેમ ફટાકડા ( Firecrackers ) ફોડવામાં આવે તો સજાની જોગવાઈ કલમ પ્રમાણે હોય છે. ભાવનગર ( Bhavnagar Police ) એએસપી સફિન હસન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે વિડીયો સામે આવતા પોલીસે તાત્કાલિક પગલાં ભર્યા છે અને કલમ 285નો આ બીજો કેસ છે. ચારેયને ઝડપી લેવામાં આવ્યા છે. સજાની જોગવાઈમાં છ માસની જેલની જોગવાઈ છે. જો કે આ જામીનપાત્ર ગુનો છે. શહેરમાં આ પ્રકારના બીજા કેસો નથી બન્યાં પણ કુંભારવાડામાં એક કેસ બન્યો હતો જેમાં આગ લાગવાને કારણે 285ની કલમ લગાવી હતી.

આ પણ વાંચોઃ Fire : ભાવનગરમાં કાળીચૌદશ અને દિવાળીમાં આગના 9 બનાવ

આ પણ વાંચોઃ પ્રેમલગ્ન કરનારી યુવતીની પતિના હાથે જ હત્યા, પતિએ પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.