- આગ લાગવાની ઘટનાથી ફાયર બ્રિગેડ પણ અજાણ
- જાહેર રસ્તા પર ફટાકડાનાં સ્ટોલમાં આગ લાગી
- આગનો વીડિયો થયો હતો વાયરલ
ભાવનગર: ભાવનગર શહેરનાં હાદાનગર વિસ્તાર પાછળ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી અક્ષર પાર્ક સોસાયટીમાં જાહેર રસ્તા પર મુકેશ અને નરેશ નામનાં બે શખ્સોએ ભાગીદારીમાં ફટાકડાનો સ્ટોલ(Fireworks stall) નાખ્યો હતો. આ સ્ટોલમાં અચાનક ધનતેરસની સાંજે સ્ટોલની બાજુમાં કોઈ ફટાકડા ફોડતું હોઈ જેના કારણે સ્ટોલમાં આગ(Fire in the stall)નો બનાવ બન્યો હતો. આગને કાબુમાં કરવાં માટે કોઇએ ફાયર વિભાગને પણ આ ઘટનાને બાબતે જાણ કરી નહોંતી.
આગનો વીડિયો થયો હતો વાયરલ
ફટાકડાનાં સ્ટોલમાં આગ લાગતાં રસ્તો બંધ થઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશીયલ મિડિયામાં વાયરલ(video went viral on social media) થયો હતો અને આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની નથી થવા પામી પણ સ્ટોલ માટે નખાયેલો મંડપ સળગી ઉઠ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદની સમૃદ્ધિ માટે દ્વારપાળે સર કલમ કરાવી દીધું હતું, મા લક્ષ્મીજી પાસેથી લીધું હતું આ વચન
આ પણ વાંચો : દિવાળીની ખરીદીમાં વોકલ ફોર લોકલની અસર: બિહારથી સુરત આવી વેપારી વેચી રહ્યો છે દીવડા