- નવા રોડ પર ડામર ઓગળ્યો
- વાહનચાલક અને રાહદારીઓને ભોગવવી પડતી હાલાકી
- ડામર ઓગળે ત્યાં ધૂળ નાખવામાં આવી રહી છે
ભાવનગર: શહેરમાં મોટા ભાગના રસ્તાઓ પુનઃ બનાવવામાં આવે છે અને ઉનાળાના પ્રારંભમાં કે ઉનાળામાં બનેલા રસ્તાઓમાં ડામર ઓગળવાના કિસ્સાઓ બને છે. નીલમબાગ સર્કલથી કાળાનાળા સુધીના માર્ગ પર ડામર ઓગળવાને પગલે હાલાકી ઉભી થઇ હતી. રાહદારીઓના ચંપલ ચીપકી ગયા હતા તો વાહનચાલકોને પડવાનો ડર સતાવતો હતો.
આ પણ વાંચો: સુરતઃ કિમ અને મૂળદ ગામના બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
ભાવનગરના ક્યાં માર્ગ પર ડામર ઓગળ્યો અને શું સ્થિતિ..?
ભાવનગર શહેરના નીલમબાગ સર્કલથી લઈને કાળાનાળા ચોક સુધી હાલમાં જૂના રોડ પર નવો રોડ બનાવવામાં આવ્યો છે. રોડ પર ચડાવેલા પાતળા ડામરનું સ્તર ઓગળતા રસ્તો ચીકણા ડામર રોડમાં ફેરવાઈ ગયો હતો. ડામર ઓગળતાં વાહનચાલકોને સર્કલમાં પડવાનો ભય લાગતો હતો અને ચાલીને જતાં લોકોને પોતાના ચંપલ ચીપકી ગયા હતા. ગરમીનો પ્રારંભ થતાની સાથે બપોરના 1 કલાક બાદ નિલમબાગ સર્કલથી કાળાનાળા સુધી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: ડાંગઃ નકટયાહનવત ગામથી મહારાષ્ટ્ર સરહદને જોડતા રસ્તાની હાલત બિસ્માર, સ્થાનિકો પરેશાન
ડામર ઓગળવા બાબતે અધિકારીનો જવાબ
નીલમબાગ સર્કલથી કાળાનાળા રસ્તા વચ્ચે બે શાળાઓ, જિલ્લા જેલ, સર-ટી હોસ્પિટલ, ભાજપ કાર્યાલય અને કાળાનાળા વિસ્તાર જેમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય છે. લોકોને હાલાકી પડતાં અને ડામર ઓગળવા બાબતે લોક મુખે ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાતું હતું. જોકે આ બાબતે રોડ વિભાગના અધિકારી એમ. ડી. મકવાણાએ જણાવ્યું હતું કે, ગરમીનો માહોલ શરૂ થયો છે એટલે નવા રોડમાં ડામરનું ઉપરનું પડ ગરમ થવાથી ડામર ઓગળી જતાં પ્રવાહીના રૂપમાં આવે છે. મનપા દ્વારા રસ્તા પર ડામર ઓગળે ત્યાં ધૂળ નાખવામાં આવી રહી છે અને ગરમીમાં આ સિલસિલો થોડો સમય રહે છે પણ જેમ ઓગળે તેમ ધૂળ નાખતાં રહીશું. જેથી લોકોને હાલાકી પડે નહીં.