- ભાદરવાના શ્રાદ્ધ એકમથી થશે શરૂ તો 16 શ્રાદ્ધ માટે 15 દિવસ પિતૃના
- પિતૃ તર્પણવિધિ, નારાયણ બલીથી હિન્દૂ શાસ્ત્રમાં પિતૃનું તર્પણ કરાય છે
- શ્રાદ્ધમાં મનુષ્યના મૃત્યુ બાદ ત્રણ વર્ષે ભેળવીને દર વર્ષે શ્રાદ્ધમાં દાન પુણ્યનું મહત્ત્વ
- પૂનમનું શ્રાદ્ધ પૂનમે નહીં પણ ક્યારે કરવું જોઈએ તે પણ શાસ્ત્રમાં અલગ તારવ્યું
ભાવનગરઃ શહેર સહિત સમગ્ર દેશમાં શ્રાદ્ધ માસનો પ્રારંભ થયો છે. આજે પૂનમના ઘણા કરતા શ્રાદ્ધ હકિકતમાં કરવા જોઈએ કે નહીં અને શ્રાદ્ધનું ફળ શું છે ત્યારે મનુષ્યએ પિતૃને તૃપ્ત કરવા શું કરવું જોઈએ. તેનું વિધિવિધાનપૂર્વક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો- માતૃ શ્રાદ્ધ માટે ગુજરાતનું આ છે એકમાત્ર સ્થળ, પવિત્ર ભૂમિ પર અનેક મહાનુભાવોએ કર્યું છે તર્પણ
શ્રાદ્ધ કેટલા અને ક્યારે કરવા જોઈએ શ્રાદ્ધનું મહત્ત્વ શું છે?
હિન્દૂ શાસ્ત્રના મતે, મનુષ્ય મૃત્યુ પામ્યા બાદ તેના આત્માની પરમશાંતિ માટે અને તેને બીજો જન્મ વહેલો મળે તે માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવતી હોય છે. મનુષ્યના શ્રાદ્ધ અલગ પ્રકારના હિન્દુ શાસ્ત્રમાં કરવામાં આવે છે. વર્ષમાં એક માસ માત્ર પિતૃઓનો ગણવામાં આવે છે. ભાદરવા વદ એકમ કૃષ્ણ પક્ષથી શ્રાદ્ધના દિવસો શરૂ થાય છે. જોકે, ઘણા પૂનમથી શ્રાદ્ધ કરતા હોય છે તે ખોટું હોવાનું જાણકારો માને છે. શાસ્ત્રોક્ત પ્રમાણે, પૂનમનું શ્રાદ્ધ અમાસના દિવસે છેલ્લે સાથે કરવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃને શાંતિ મોક્ષ પ્રાપ્ત થાય છે. તેનું ફળ મનુષ્યને મળે છે. જોકે, 16 શ્રાદ્ધ માટે માત્ર 15 દિવસ હોય છે. પૂનમનું શ્રાદ્ધ ક્યારેય પૂનમે નથી થતું, પરંતુ તેને અમાસે કરવાનું હોવાથી શ્રાદ્ધ 16 અને દિવસ 15 હોય છે.
શ્રાદ્ધ ક્યારથી શરૂ અને કયું શ્રાદ્ધ કઈ તારીખે, જાણો
ક્રમ | તારીખ | વાર | શ્રાદ્ધ |
1 | 21/9/2021 | મંગળવાર | એકમનું શ્રાદ્ધ |
2 | 22/9/2021 | બુધવાર | બીજું શ્રાદ્ધ |
3 | 23/9/2021 | ગુરુવાર | ત્રીજું શ્રાદ્ધ |
4 | 24/9/2021 | શુક્રવાર | ચોથું શ્રાદ્ધ,ભરણી- ગયા શ્રાદ્ધ |
4 | 25/9/2021 | શનિવાર | પાંચમું શ્રાદ્ધ |
5 | 26/9/2021 | રવિવાર | છઠનું શ્રાદ્ધ, કૃતિકાનું શ્રાદ્ધ |
6 | 27/9/2021 | સોમવાર | સાતમનું શ્રાદ્ધ |
7 | 28/9/2021 | મંગળવાર | આઠમું શ્રાદ્ધ |
8 | 29/9/2021 | બુધવાર | નોમનું શ્રાદ્ધ, સોભાગ્યવતીનું શ્રાદ્ધ |
9 | 30/9/2021 | ગુરુવાર | દશમનું શ્રાદ્ધ |
10 | 01/10/2021 | શુક્રવાર | અગિયારમું શ્રાદ્ધ |
11 | 02/10/2021 | શનિવાર | બારમું શ્રાદ્ધ |
12 | 03/10/2021 | રવિવાર | બાળાભોળાનું શ્રાદ્ધ |
13 | 04/10/2021 | સોમવાર | તેરસનું શ્રાદ્ધ |
14 | 05/10/2021 | મંગળવાર | શસ્ત્ર, અકસ્માતમાં મૃત્યુનું શ્રાદ્ધ |
15 | 06/10/2021 | બુધવાર | ચૌદશ, પૂનમ અમાસનું શ્રાદ્ધ |
આ પણ વાંચો- 21 કિલો ચાંદીના ભવ્ય ઝૂલામાં બિરાજશે ભગવાન રામ
ભાદરવામાં પિતૃ તૃપ્તિ માટે કરવાથી શું ફાયદો થાય છે?
ભાદરવો માસ પિતૃ માસ કહેવામાં આવે છે. અકસ્માત કે શસ્ત્રથી જેનું મૃત્યુ અકાળે થયું હોય કે બીમારીથી થયું હોય તેમના માટે હિન્દૂ ધર્મ પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે. મૃત્યુના ત્રણ વર્ષ બાદ પિંડ દાન કરી બ્રાહ્મણ પાસે તેનું વિધિવત્ શ્રાદ્ધમાં ભેળવવા જોઈએ, જેથી પિતૃને શાંતિ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધ બાદ ભાદરવા માસમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું, ગાય, કૂતરા અને પક્ષીઓને ખવડાવવાથી પિતૃઓને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી ભાદરવામાં સર્વપિતૃ તર્પણવિધિ કરવી તેમ જ પિતૃઓ માટે નારાયણ બલી કરવી જોઈએ, જેથી પિતૃ મનુષ્યના પોતાના કુટુંબ પરિવારને આર્થિક, સામાજિક રીતે ફાયદો આપે છે.