ETV Bharat / city

ઓછા પાણીમાં સારો પાક, ઇઝરાયલમાં ખેતીનું માર્ગદર્શન લઈ આવેલા બાગાયત અધિકારી શું કહ્યું જૂઓ

ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં માર્ગદર્શનના અભાવ કે ખેડૂતોની (Farming technology in India) અણઆવડતમાં ગુણવત્તા વાળો પાક મોટાભાગે લઈ શકતો નથી. ભારત અને ગુજરાત સરકારના ડાહ્યોગથી ઇઝરાયલની ખેતીનું માર્ગદર્શન (Farming System of Israel) લઈ આવેલા બાગાયત અધિકારીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી ત્યાંની ખેતી ટેકનોલોજી જણાવી હતી. (Israel Farming technology)

ઓછા પાણીમાં સારો પાક, ઇઝરાયલમાં ખેતીનું માર્ગદર્શન લઈ આવેલા બાગાયત અધિકારી શું કહ્યું જૂઓ
ઓછા પાણીમાં સારો પાક, ઇઝરાયલમાં ખેતીનું માર્ગદર્શન લઈ આવેલા બાગાયત અધિકારી શું કહ્યું જૂઓ
author img

By

Published : Oct 15, 2022, 12:42 PM IST

ભાવનગર ભારત ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ખેતીમાં ભારત (Farming technology in India) પાછળ છે તેવા દાવા સાથે ખેતી ઓછા પાણીમાં કેવી રીતે અને સારી ખેતી કરી શકાય તેનું માર્ગદર્શન લેવા અધિકારીઓ ઇઝરાયલ જાય છે. ભાવનગર બાગાયત અધિકારી હાલમાં ઇઝરાયલ જઈ આવ્યા છે. ઇઝરાયેલમાં ખેતરે ખેતરે પાણીની લાઇન પાથરેલી હોવાની તેમને કબૂલાત આપી છે. (Israel Farming technology)

ઇઝરાયલમાં ખેતરે ખેતરે પાણીની લાઇન : ભારતમાં આડેધડ દવા ખાતરનો ઉપયોગ

પાણીની ઇઝરાયલમાં વ્યવસ્થા ભાવનગર બાગાયત અધિકારી એમ.બી. વાઘમશી ઇઝરાયલ ખેતીનું માર્ગદર્શન લેવા રાજ્ય અને ભારત સરકાર તરફથી 13 દિવસ માટે ગયા હતા. ઇઝરાયલમાં તેમને ખેતીની (Farming System of Israel) પદ્ધતિ વિશે માર્ગદર્શન લીધું હતું. એમ.બી. વાઘમસીએ ETV BHARATને જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારત સરકારે ઇઝરાયલની ખેતીની ટેકનોલોજી ભારતમાં ઉપયોગ કરી શકાય તે માટે મોકલ્યા હતા. ઇઝરાયલમાં ડ્રીપ પદ્ધતિ છે. ખેતરે ખેતરે પાણીની લાઇન અને મીટર મુકવામાં આવ્યા છે.

ખેતી ટેકનોલોજી
ખેતી ટેકનોલોજી

દવા ખાતર દ્વારા ન્યુટ્રિશનનો ઇઝરાયલમાં છોડનો સંભાળ ઇઝરાયલ ગયેલા બાગાયત અધિકારી એમ.બી. વાઘમસીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇઝરાયલમાં પાણીની લાઇન ખેતરે ખેતરે છે. છોડને પાણી ડ્રિપથી જરૂરિયાત પૂરતું જ આપવામાં આવે છે. છોડની સ્થિતિ જોઈને તેને સમયાંતરે દવા અને ખાતર આપવામાં આવે છે. આમ કરવાથી છોડની ગુણવત્તા સારી રહે છે. ગુણવત્તા યુક્ત પાક લેવાથી તેમના (farming systems in india) શાકભાજી, ફળો અને ખજૂર એક્સપોર્ટ થાય છે.

ગુણવત્તા વાળો પાક
ગુણવત્તા વાળો પાક

ભારતના ખેડૂતોને લેવા જેવી શીખ વિશ્વમાં ઓછા પાણીમાં ગુણવત્તા યુક્ત પાક લેવા માટે ખેડૂતે પાણી પૂરતા પ્રમાણમાં આપવું પડશે. બાગાયત અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતમાં દવા ખાતર આડેધડ નાખવામાં આવે છે. પાણી પણ બેફામ ઉપયોગ કરાય છે. અમે ત્યાંથી જાણ્યું ગુણવત્તા વાળો પાક હોય તો એક્સપોર્ટ થશે. આથી ખેડૂતોએ ડ્રીપ પદ્ધતિ ઉપયોગ કરવી અને છોડ વિશે માર્ગદર્શન લઈને દવા અને ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. (Bhavnagar Horticulture Officer Israel)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.