ETV Bharat / city

ભાવનગરના ખેડૂત આગેવાનોએ કહ્યું સંસદમાંથી ખરડો થાય નહિ ત્યાં સુધી ખતરો રહેશે - ભાવનગર ખેડૂત આગેવાન

વડાપ્રધાને સવારમાં દેશને સંબોધન (Prime Minister Modi) કરીને કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત (repeal farm law) કરતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે કે સરકાર એક ડગલું પાછળ હટી છે. Etv Bharatએ ખેડૂત આગેવાનો અને નેતાઓના મત જાણવાની કોશિશ કરી હતી, ત્યારે સાંભળીએ ખેડૂત આગેવાન (Farmer leaders in Bhavnagar) એલાન માત્રથી ખુશ નથી કેમ? જાણો...

return farm law
return farm law
author img

By

Published : Nov 19, 2021, 1:13 PM IST

  • ખેડૂતોએ જણાવ્યું સરકાર ખોટી છે તે ખુદ નિર્ણય કરી સ્વીકાર્યું
  • ખેડૂત નેતાએ કર્યો કટાક્ષ
  • સંસદમાં જ્યાં સુધી ખરડો પસાર થાય નહિ ત્યાં સુધી માની શકાય નહિ: ખેડૂત આગેવાન
  • 2022 અને 2024ની ચૂંટણીને લઈને સરકારે નિર્ણય કર્યો: ખેડૂત નેતા

ભાવનગર: શહેરમાં દેશના વડાપ્રધાનના એલાન બાદ ખેડૂત સંગઠનોએ સરકાર ખોટી છે તે ખુદ સરકારે સાબિત કર્યું છે. ખેડૂતોને માટે આ હાલ મૌખિક વાત છે પરંતુ સંસદમાં જ્યાં સુધી ખરડો પસાર નહીં થાય ત્યાં સુધી ખેડૂતોની જીત (farmers law) નથી. વિપક્ષને માટે સારી બાબત છે પણ જે રીતે સરકારે વિપક્ષને ખોટો પાડ્યો ત્યાં હવે સરકારે તે વિપક્ષને સાચો જાહેર કર્યો છે. ચાલો જાણીએ ખેડૂત સંગઠનના મત...

સંસદમાંથી ખરડો થાય નહિ ત્યાં સુધી ખતરો રહેશે: ભાવનગર ખેડૂત આગેવાન

આ પણ વાંચો: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય: રાકેશ ટિકૈત

વડાપ્રધાનના એલાનને ભાવનગર ખેડૂત સંગઠને કેમ આંક્યો

ભાવનગરમાં વડાપ્રધાનના એલાનને સ્વીકારવામાં આવ્યો છે, ત્યારે શહેરના કિસાન ક્રાંતિ સંગઠનના (Kisan Kranti Sangathan) નેતા વિરજી પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નિર્ણયનો સ્વીકાર છે પરંતુ બાદમાં છેતરવાની ઘેલછા હશે તો તે ઘાતક છે. ખેડૂતોને 2014 બાદ તેવી સ્થિતિમાં મૂકી દીધા છે કે તેઓને લાખ કોશિશ બાદ પણ બેઠા કરી શકાય તેમ નથી. 2022 અને 2024ની ચૂંટણી આવે એટલે કૃષિ કાયદા પર પડદો પાડી દેવો અને મૂળ મુદ્દાઓ પરથી ભટકી જઈને પોતાની સત્તારૂઢ થવાની નીતિ ચલાવવી તે સ્વીકારી લેવાય નહિ. જ્યાં સુધી સંસદમાં ખરડો પસાર થાય નહિ ત્યાં સુધી જીત ખેડૂતોની નથી.

આ પણ વાંચો: ત્રણેય કૃષિ કાયદા પરત લેતા દેશભરમાં ઉજવણી, ગાઝીપુર બોર્ડરમાં ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી

ખેડૂતોએ નિર્ણયને કેવી રીતે આંક્યો

ભાવનગરના ખેડૂતો વડાપ્રધાનના નિર્ણયને સ્વીકારી તો રહ્યા છે પણ હાલમાં જાહેરાત મૌખિક છે. સંસદમાં ખરડો પસાર થાય નહિ ત્યાં સુધી ખોટી વાત છે. ખેડૂત આગેવાન લલ્લુ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ કાયદાનો ખેડૂત વિરોધ (agriculture law) કરતો આવ્યો છે અને તે ખોટો છે જે વડાપ્રધાને સ્વીકારી લીધું છે. વિપક્ષ પણ કહેતું હતું કે, આ કાયદા ખોટા છે, જ્યાં સુધી સંસદમાંથી ખરડો પસાર થાય નહિ ત્યાં સુધી મનાય નહિ. કૃષિ કાયદા (agriculture law) ખોટા છેવટે વડાપ્રધાને ખુદે સ્વીકાર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.