ભાવનગરઃ રાજ્ય સરકારે 25 જૂનથી યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાની જાહેરાત બાદ અનેક વિદ્યાર્થીઓમાં નિરાશા જરૂર પ્રવર્તી ગઈ છે. જો કે સરકારના આદેશ બાદ ભાવનગર યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભાવનગરના કુલપતિ મહિપતસિંહ ચાવડા સાથે ઇટીવી ભારતે EXCLUSIVE વાતચીત કરી હતી.
ભાવનગર યુનિવર્સિટીના કુલપતિની પરીક્ષા પર ઇટીવી ભારત સાથે EXCLUSIVE વાતચીત ભાવનગર યુનિવર્સિટીએ રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાનની જાહેરાત બાદ તૈયારીઓ આરંભી દીધી છે. ઇટીવી ભારતે કુલપતિ મહિપતસિંહ ચાવડા સાથે વાતચીતમાં કુલપતિએ જણાવ્યું હતું કે, ત્રણ બાબતો પણ આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે. જેમાં પ્રથમ પરીક્ષા બીજું પ્રવેશ અને ત્રીજું નવું શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવો જેમાં પ્રથમ પરીક્ષા લેવા માટે તૈયારીઓ આદરી છે. યુનિવર્સિટી પરીક્ષા UGના સેમેસ્ટર 6ની પરીક્ષા ગોઠવશે. સાથે PGના પહેલા અને બીજા વર્ષની પરીક્ષા ગોઠવશે તેમજ સરકારના ઉલ્લેખ મુજબ બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષાનો ઉલ્લેખ નથી એટલે કોઈ પણ વિભાગના પ્રથમ અને છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ યોજાશે.પરીક્ષા રદ કરવા બાબતે કુલપતિએ સ્પષ્ટ કર્યું હતું કે, જો સ્થિતિ સામાન્ય ના રહે તો સરકારે પ્રિવેન્શન અને ઇન્ટરનલ માર્ક 50-50ના આધારે પ્રોગ્રેશન આપવામાં આવશે. પરંતુ ત્યાં સુધી યુનિવર્સિટીએ તૈયારીઓ કરી લીધી છે. એક રૂમમાં એન્ટર અને એક્ઝિટ વિદ્યાર્થીઓનું અલગ હશે. એક રૂમમાં 20 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે તેમજ મો પર માસ્ક ફરજિયાત બાંધવામાં આવશે અને બને તો એક બેન્ચ પર એક વિદ્યાર્થી અને અને એ પણ ક્રોસમાં બેસે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવશે.પરીક્ષા બાદ પ્રશ્ન પ્રવેશનો છે, કારણ કે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે માટે 26 મેંથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે. ફોર્મ ઓનલાઈન અને ઓફલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવેશ 15 જૂનથી શરૂ થશે જેમાં સેમેસ્ટર 3 અને 4નો પ્રવેશ 21 જૂનથી થશે જ્યારે સેમ 5નો 1 જુલાઈથી અને સેમ 1નો 1 ઓગસ્ટથી પ્રવેશ શરૂ કરાશે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એડમિટ કાર્ડ આપવામાં આવે ત્યારે સત્ર શરૂ થયા પછી કરવામાં આવશે.ભાવનગર યુનિવર્સિટીમાં ભૂતકાળમાં માસ પ્રમોશન આપવામાં આવેલું છે, પણ હાલ કોરોના મહામારીમાં રાજ્ય સરકારે UGCની ગાઈડલાઈનમાં તેવી કોઈ જોગવાઈ નહીં હોવાથી પ્રિવેન્શન અને ઇન્ટરનલ માર્કના આધારે પ્રોગ્રેશન આપવામાં આવશે. પરંતુ કુલપતિનું કહેવું છે કે, પરીક્ષા નહિ આપવાથી વિદ્યાર્થીના કારકિર્દી પર અસર પહોંચી શકે છે માટે પરીક્ષા આપે તે હિતાવહ છે જો કે સામાન્ય સ્થિતિ પરીક્ષા લેવા લાયક ના રહે તો પ્રોગ્રેશનના આધારે યુનિવર્સિટી પગલાં લઈ શકે છે.