ભાવનગર : શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (Bhavnagar Prathmik Shikshan Samiti )શાળાઓમાં પરીક્ષાઓનો પ્રારંભ (Exams Fever 2022 in Bhavnagar Schools ) થયો છે. પ્રથમ તબક્કામાં ધોરણ 3 થી 5 ના બાળકોએ પરીક્ષા આપી છે. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ પોતાના મતો પણ રજૂ કર્યા છે. હસતા મુખે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નજરે પડતા હતાં. વર્ગખંડમાં બેસીને પરીક્ષા આપવાનો આનંદ વિદ્યાર્થીઓને બે વર્ષ બાદ (Offline exam after two years ) આવતાં તેમના મુખેથી શબ્દો નીકળ્યા હતા કે "મજ્જા આવી ગઈ".
બાળકોએ વ્યક્ત કરી લાગણી- કોરોનાકાળના બે વર્ષ બાદ સરકારી શાળાઓમાં લેખિત પરીક્ષાઓ લેવાનો પ્રારંભ થઇ ગયો છે. આખા વર્ષમાં જે શીખ્યા તેમાંથી કેટલું ગ્રહણ કરી શક્યા તેની કસોટી લેવાનો પ્રારંભ થયો છે. જાણો નાના ભૂલકાંઓ (Exams Fever 2022 in Bhavnagar Schools ) થશું કહે છે.
ભાવનગરની સરકારી શાળાઓમાં પરીક્ષાઓનો પ્રારંભ - ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં (Bhavnagar Prathmik Shikshan Samiti ) આવેલી 55 શાળાઓના ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની પરીક્ષા બે વર્ષ બાદ (Offline exam after two years )લેખિતમાં ફરી લેવાઈ છે. શાસનાધિકારી યોગેશ ભટ્ટએ જણાવ્યું હતું કે બે વર્ષ કોરોનાના સમયમાં ઓનલાઈન પરીક્ષાઓ યોજાઈ હતી.પરંતુ બે વર્ષ બાદ હવે ફરી લેખિત પરીક્ષા લેવામાં આવી રહી છે. 55 શાળાના ધોરણ 3 થી 5 ના આશરે 9 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આજથી આપી રહ્યા છે ત્યારે બાદ ધોરણ 6 થી 8ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Exam fever 2022: રાજ્યમાં 1.80 લાખ વિદ્યાર્થીઓએ આપી NMMS પરીક્ષા, શા માટે ખાસ છે આ પરીક્ષા, જાણો
ધોરણ 3 થી 5 ના બાળકોને લઈ આચાર્યનો મત શું છે - બાળકોમાં હંમેશા નવીન કરવાની મહેચ્છાઓ હોય છે. ભાવનગરમાં શિક્ષણ સમિતિની 55 શાળામાં કુલ ધોરણ 1 થી 8 માં 27 હજાર કરતા વધુ બાળકો છે. પણ શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે તે પણ જાણીએ. શાળા નમ્બર 47ના આચાર્ય ભગવતીબેન બાલધિયાએ જણાવ્યું હતું કે કોરોનાના દોઢ બે વર્ષ ઓનલાઈન શિક્ષણ મેળવ્યું છે તેની પરીક્ષા હવે ઓફલાઇન આપવાની છે. આથી બાળકોમાં ગભરાટ પણ છે તો લેખિત પરીક્ષા(Exams Fever 2022 in Bhavnagar Schools ) આપવાની હોવાથી આનંદ પણ સમાયેલો છે. આશા રાખીએ છીએ કે પરિણામ સારું આવે.
પરીક્ષાને લઈને કેમ "મજ્જા આવી ગઈ" - ઓનલાઈન મેળવેલા શિક્ષણની કસોટી વિદ્યાર્થીઓને ઓફલાઇન આપવાની ફરજ પડી છે. ધોરણ 3 થી 5 ની વિદ્યાર્થીનીઓએ પરીક્ષાને લઈ આનંદ વ્યક્ત કર્યો છે. પ્રિશા દવે વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અમે ઘરે ગુજરાતી ગણિત વગેરેની તૈયારી કરતા હતાં. અમને પરીક્ષામાં બધું આવડ્યું છે મજ્જા આવી ગઈ છે. તો નિરાલી દવે નામની વિદ્યાર્થીએ પણ જણાવ્યું હતું કે અમે ઘરે વાંચતા હતાં અને ગણિતના દાખલા શીખતાં હતાં. અમને બધું (Exams Fever 2022 in Bhavnagar Schools ) થપરીક્ષામાં આવડ્યું છે.
આ પણ વાંચોઃ Exam Fever 2022 : રાજ્યમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા