- ભાવનગરની ટ્રેનો માર્ચના અંત સુધીના શરૂ થવાના સંકેત
- વર્ષના અંતે ડિવિઝનના બે ગેજ કન્ઝર્વેશન કામ થશે પૂર્ણ
- વ્યાપાર જગતને થશે ફાયદો
ભાવનગર: જિલ્લામાં રેલવે ડિવિઝનની મુલાકાતે આવેલા જનરલ મેનેજર પશ્ચિમ રેલવેના આલોક કંસલે પત્રકાર પરિષદ યોજી માર્ચના અંત સુધીમાં દરેક ટ્રેન શરૂ થવાનું જણાવ્યું છે. આ સાથે ગેજ કન્ઝર્વેશન ધોળા જેતલસર અને બોટાદ-અમદાવાદ પણ આ વર્ષમાં પૂર્ણ થવાના સંકેત બતાવ્યા છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરનું ઈન્સ્પેકશન
વાર્ષિક ઈન્સ્પેકશન માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ ભાવનગર ડિવિઝનમાં આવી પહોંચ્યા હતાં. રેલવે સ્ટેશન, વર્કશોપ વગેરેમાં ઈન્સ્પેકશન બાદ તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી. આલોક કંસલે જણાવ્યું હતું કે, અગત્યના ચાલતા ડિવિઝનના બે કામ ધોળા જેતલસર અને બોટાદ-અમદાવાદ ગેજ કન્ઝર્વેશન કામ અંતિમ તબક્કામાં છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં બંને લાઈનો શરૂ થઈ જશે.
આ પણ વાંચો: પોરબંદર-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરીથી દોડશે, બુકિંગ 20 તારીખથી શરું
કંઈ ટ્રેનો શરૂ અને બીજી કંઈ ટ્રેનો થશે શરૂ
ભાવનગર આવેલા GM આલોક કંસલે કહ્યું હતું કે, કોરોના કાળમાં બંધ થયેલી ટ્રેનો એક બાદ એક શરૂ થઈ રહી છે. બાંદ્રા બાદ સુરેન્દ્રનગર શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ અન્ય બાકી બધી ટ્રેનોને માર્ચના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. સુરેન્દ્રનગરની ટ્રેનની ટિકિટ હવે દરેક સ્ટેશનો પરથી પણ ઉપલબ્ધ થશે એટલે ભાવનગર ડિવિઝનની દરેક ટ્રેનો અને વર્ષના અંતમાં ગેજ કન્ઝર્વેશન પૂર્ણ થતાં અમદાવાદનો શોર્ટ રૂટથી વ્યાપાર જગતને ફરી વેગ મળશે.