- ભાવનગરના મહુવામાં હજી પણ નથી બન્યું નવું બસ સ્ટેશન
- આ વર્ષના જાન્યઆરી મહિનામાં નવા બસ સ્ટેશનનું થયું હતું ખાતમુહૂર્ત
- અહીંથી દરરોજ 225 રૂટ પર ઉપડે છે એસ.ટી બસ
- 10,000થી વધુ પ્રવાસીઓ કરે છે અવરજવર
- 4.50 કરોડ રૂપિયાના ખર્ચે 10 પ્લેટફોર્મવાળું બસ સ્ટેશન થશે તૈયાર
ભાવનગરઃ શહેરમાં મોટા મોટા વિકાસની વાતો કરનારા સત્તાધિકારીઓ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, મહુવામાં એસ.ટી. બસ સ્ટેશન (Mahuva ST Bus Station) તો પર આજે પણ પ્રવાસીઓ રઝળી રહ્યા છે. મહુવાના નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત આ વર્ષના જાન્યુઆરી મહિનામાં કરવામાં આવ્યું હતું, પરંતુ આજે 11 મહિના પછી પણ આ બસ સ્ટેશન તૈયાર નથી થયું. જ્યારે જૂનું બસ સ્ટેશન (Old Bust Station) તો વર્ષ 2019માં જ તોડી નખાયું હતું. આથી પ્રવાસીઓ સુવિધા માટે નવા બસ સ્ટેશનની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો- Diwali holidays : Gandhinagar ST Depot 60 એક્સ્ટ્રા બસો જુદા જુદા રૂટમાં દોડાવશે
10 પ્લેટફોર્મવાળું બસ સ્ટેશન બનશે
મહુવામાં સંપૂર્ણ સુવિધાયુક્ત નવા બાંધકામ સાથે 10 પ્લેટફોર્મવાળું નવું બસ સ્ટેશન (New Bus Station) બનશે. આ સ્ટેશન 4.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાશે. આધુનિક બસ સ્ટેશન (Modern bus station) બનાવવા ટેન્ડર પ્રક્રિયા (Tender) હાથ ધરાઈ હતી. ત્યારે પ્રજાએ વિચાર્યું હુતં કે, થોડો સમય મુશ્કેલી વેઠવા પછી રાહત થશે, પરંતુ પ્રજાનો આ મત ખોટો પડ્યો હતો.
એક જ પ્લેટફોર્મ પર ગાડું ગબડી પડ્યું
બીજી તરફ જૂનું બસ સ્ટેશન (Old bus station) વર્ષ 2019માં તોડી પાડવામાં આવ્યું હતું. એક જ પ્લેટફોર્મ પર ગાડું ગબડાવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એક પતરાની ઓરડીમાં પૂછપરછ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો હતો, અહીં નથી પ્રવાસીઓ માટે બેસવાની વ્યવસ્થા કે નથી પંખા કે ટોઈલેટની સુવિધા.
આ પણ વાંચો- બારડોલી STને કોરોનાનું ગ્રહણ, પ્રવાસી નહીં મળતા 25 શેડ્યૂલ રદ્દ કરાયા
અહીંથી દરરોજ 10,000થી વધુ પ્રવાસીઓની અવરજવર થાય છે
અહીં સુવિધાઓથી વંચિત બસ સ્ટેશનમાં (Bus Station) દરરોજ 225 રૂટ પર બસો દોડે છે. જ્યારે અહીંથી દરરોજ 10,000 પ્રવાસીઓની અવરજવર થાય છે. જોકે, અત્યારે લગ્ન સિઝન (Marriage Season) હોવાથી બસ સ્ટેશનમાં પ્રવાસીઓની સંખ્યા (Number of tourists) વધી છે. જોકે, જાન્યુઆરી 2021માં રાજકીય રોટલા શેકતા હોય તે રીતે તત્કાલીન પ્રધાન કુંવરજી બાવળિયા (Former Minister Kunwarji Bawaliya), ધારાસભ્ય રાઘવજી મકવાણાના (MLA Raghavji Makwana) હસ્તે આ નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું હતું. બીજી તરફ આ બાબતે ડેપો મેનેજરે (Depo Manager) કંઈ પણ વાત કરવાનો ઈનકાર કીર દીધો હતો. જ્યારે કોન્ટ્રાક્ટરે (Contractor) કોરોનાનું બહાનું કાઢ્યું હતું.