- ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે ભુપેન્દ્રસિંહની પ્રેસ કોન્ફરન્સ
- કૃષિ બિલને લઈ શિક્ષણ પ્રધાનની પત્રકાર પરિષદ
- ખેડૂતોને નુકશાન કરતો કોઈ કાયદો બનાવામાં આવ્યો નથીઃ ચુડાસમા
ભાવનગરઃ શહેરના સર્કિટ હાઉસ ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કૃષિ કાયદા બાબતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડૂતો માટે સપ્ટેમ્બર માસમાં જે કૃષિ કાયદાને પાસ કરવામાં આવ્યા છે. તે કાયદા બાબતે ખેડૂતોમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છેઃ શિક્ષણ પ્રધાન
શિક્ષણ પ્રધાને જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ખેડૂતોના હિત માટે ભૂતકાળની સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણયો કરવામાં અસફળ રહી છે, તેને સફળ કરતો કૃષિ કાયદો પાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કૃષિબીલમાં ખેડૂતોને નુકશાન કરતા કોઈ કાયદો બનાવામાં આવેલ નથી. માત્રને માત્ર ખેડૂતોના હિતની વાત કૃષિ બિલમાં કરવામાં આવેલ છે. તેમજ જે પ્રમાણે વિરોધીઓ દ્વારા રાજકીય રોટલા શેકવાનો પ્રયાસો કરી ખેડૂતોને અવળું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે, એપીએમસી યાર્ડ બંધ થઈ જશે, ટેકાના ભાવે ખરીદી થતી બંધ થશે અને કોટ્રાક્ટ ફાર્મસીના કારણે ખેડૂતોની જમીન કોન્ટ્રાકટ રાખવનાર કબ્જે કરી લેશે જેવા ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તે તદ્દન પાયાવિહોણા છે. ખેડૂતો માટે જે કાયદો બન્યો છે તેમા કોઇ યાર્ડ બંધ નથી થવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
કૃષિ બિલના ફાયદાઓ વિશે આપી માહિતી
વધુમાં તેમને જણાવ્યું કે, જે કોન્ટ્રાકટ ફાર્મસી અંગે ભ્રામક પ્રચાર ફેલવવામાં આવી રહ્યો છે, તેમા જે ખેડૂતો નાના ખાતા ધરાવે છે, તેમની પાસે ખેતી કરવા સારા સાધનો નથી, તે ખેડૂતો કોન્ટ્રાકટ ફાર્મસીના કારણે કોન્ટ્રાકટ કારી સારી ઉપજ મેળવી શકેશે અને બજારમાં સારા ભાવ મેળવી શકશે અને જો ખેડૂતોને પાકમાં નુકશાની જાય તો જે રકમ કોન્ટ્રાકટમાં નક્કી થઈ હશે તે તો મળશે. જે રકમમાં કોઈ કાપ મૂકી શકાશે નહી, ઉપરાંત જો ખેડૂતોની ઉપજના સારા ભાવો કોન્ટ્રાકટ કરેલ રકમ કરતા વધુ મળશે, તો તે વધુ મળતી રકમમાં સીધા જ ભાગીદાર બનશે, એ પ્રકારેનો કાયદો ખેડૂતોને લાભ કરતો બનાવવામાં આવ્યો છે.
ભુપેન્દ્રસિંહના કોંગ્રેસ પર આકરા પ્રહારો
શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવેલ કે, છેલ્લા એક મહિનાથી બે રાજ્યોના ખેડૂતો દ્વારા જ કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તે વિરોધના રથ પર સવાર થઈ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર દ્વારા ખેડૂતો માટે માત્ર એનજીઓની એજન્સીઓ દ્વારા માત્ર કાગળ પર કામગીરી કરવામાં આવતી અને પ્રાઇવેટ કંપનીઓને ફાયદો કરાવામાં આવતો હતો, એ જ લોકો આજે કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, આ કાયદો રાતોરાત બનાવમાં આવેલ નથી. 2004માં સ્વામીનાથન આયોગના અહેવાલમાં દર્શાવેલ સૂચનો ખેડૂત સંગઠનોના સૂચનો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.