ભાવનગર- "માટલા ઉપર માટલું" આ ગીત યાદ હશે. પણ હા, હાલમાં માટલા ઉપર માટલા જાહેર રસ્તા (Earthen pot Season in Bhavnagar) ઉપર જોવા મળશે. કારણ કે ગરમીની શરૂઆત થઇ ગઈ છે. ઈટીવી ભારત તમને માટલું કેમ બને છે અને માટલાની સિઝન કુંભારોની (Bhavnagar Potter)ક્યારે ? શુ ભાવે કુંભારો માટલું આપે છે તે જણાવે છે. સાથે જાણો દરિયાની ખાડીમાંથી માટી લાવીને બજારમાં પહોંચતા માટલા સુધીની પ્રક્રિયા.
ઊનાળો શરુ થતાં માટલાનું મહત્ત્વ વધે- ઉનાળાની શરૂઆત થતા હવે ઠંડુ પાણી યાદ આવે છે. ઠંડા પાણીની વાત આવે એટલે "માટલું" યાદ આવે છે. માટીનું માટલું આપણને ગરમી શરૂ થતાં યાદ આવે છે. પણ તમને ખ્યાલ છે કુંભારોને (Bhavnagar Potter) આ માટલું કડકડતી ઠંડીમાં યાદ આવે છે?. માટલા વિશે જાણો (Earthen pot Season in Bhavnagar) તેની બનાવટના પ્રારંભથી ગરમીમાં ઠંડા થતા પાણી સુધીની સફર.
માટલું બનતાં લાગે 15 દિવસ- માટલું એટલે ગરમીમાં મનુષ્યની આંતરડીને ઠારતા ઠંડા પાણી (Importance of Matla in Gujarati culture)બનાવતું એક સાધન છે. પણ આ માટલું આપણે ગરમીનો પારો 35 ઉપર પહોચવા લાગે અને કાન પાછળ પરસેવો ઉતરવા લાગે ત્યારે યાદ આવે છે. માટલું કાંઈ એક બે કે ત્રણ દિવસમાં તૈયાર નથી થતું. માટલા માટે ઓછામાં ઓછા 15 દિવસની જરૂર(Earthen pot Season in Bhavnagar) રહે છે.
આ પણ વાંચોઃ માટીની સોડમ સાથે શીતળ પાણી આપતા લીલછા ગામના માટલા...
માટલું બનાવવાની તૈયારીઓ અને સમય અગત્યનો -અમે કુંભારવાડામાં રહેતાં કુંભાર ભાઈઓને ત્યાં મુલાકાત લીધી હતી. વિજયભાઈ પ્રજાપતિને ત્યાં અમે ખ્યાલ આવ્યો કે માટલાની સીઝન કુંભારોના ઘરમાં પૂર્ણ (Earthen pot Season in Bhavnagar) થવાના આરે છે. જ્યારે લોકોને ઘરમાં માટલાની સિઝનનો પ્રારંભ છે. આ મુદ્દે વિજયભાઈએ પ્રજાપતિએ(Bhavnagar Potter) જણાવ્યું હતું કે અમારે માટલાની તૈયારી દેવદીવાળીના દિવસે શરૂ થાય છે. દરિયાની ખાડીમાં અમારા ઘરની ગૃહિણીઓ અને દીકરાઓ માટી લેવા જાય છે. જે માટી મફતમાં મળે છે. માટી લાવીને તેને ચાળવામાં આવે છે અને અન્ય માટી ઉમેરવામાં આવે છે અને તેને ખાસ રીતે સાચવવી પડે છે. શિયાળામાં ઠંડી ઋતુમાં અમે માટલા બનાવીએ છીએ. કારણ કે માટલાંને તડકો કે હવા ન લાગવી જોઈએ એટલે તેને બંધ રૂમમાં રાખવા પડે છે. તેવું ન થાય તો માટલામાં તિરાડો પડી જાય છે અને ફેલ જાય છે. ગરમી આવતાં આવતાં માટલાઓ (' Matlaa ' Making and price)તૈયાર હોય છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં અતિઆધુનિક ડિઝાઈનથી બનેલા પાણીનાં માટલા ખરીદતા શહેરીજનો
જથ્થાબંધ અને બજાર ભાવ શું ? - માટલા તો શિયાળામાં તૈયાર થઈ જાય છે અને ઉનાળાના પ્રારંભમાં કુંભારોની સીઝન પૂર્ણ (Earthen pot Season in Bhavnagar) થાય છે. કુંભાર વિજયભાઈએ (Bhavnagar Potter) જણાવ્યું હતું કે અમે એક હેલના, I(mportance of Matla in Gujarati culture ) બે હેલના અને અઢી હેલના માટલાઓ બનાવીએ છીએ. એક હેલનો ભાવ ગત વર્ષે 70 રૂપિયા હતો. પણ મોંઘવારીના પગલે માત્ર 5 રૂપિયા વધારીને 75 કર્યા છે. ગોંડલ, મોરબી,રાજકોટ વગેરે જેવા સ્થળોએથી અમને ઓર્ડર મળ્યા મુજબ માટલાઓ બનાવીએ છીએ. દરેક માટલાની કિંમત અલગ અલગ હોય છે. એક હેલ માટલાંના 75 રૂપિયા તો બે હેલના 100 રૂપિયા તો અઢી હેલના 120 રૂપિયા ભાવ છે. પછી માટલાઓમાં કલર, ડિઝાઇન કરી આપવી કે અન્ય કારીગરી કરી આપવાની કિંમત વધીને 250 સુધીની કિંમતના માટલા બનાવીએ છીએ. જો કે સામાન્ય માટલાઓની કિંમત 75 થી 100 રૂપિયા સુધી છે. અમારે જગ્યા નહીં હોવાથી અંતે માટલાઓને જાહેર ઘરની શેરીમાં રાખવા પડે છે જ્યાં પશુ અને બાળકોથી ફૂટવાના ડર રહે છે અને નુકશાન પણ જાય છે.