ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા અન્ય રાજ્યોમાં કોંગ્રેસની સરકારના કામ અને આપેલા વચનો કેવી રીતે પૂર્ણ કરવામાં આવ્યા તેવી રીતે ગુજરાતમાં આઠ વચનોની પત્રિકાઓ વહેંચવાનો કાર્યક્રમ યોજ્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે લોકો સુઘી પહોંચવા શહેરના ઘોઘાગેટ ચોકમાં કોંગ્રેસે દરેકને કોંગ્રેસના વચનોની પત્રિકાનું વિતરણ (Distribution of Pamphlet of Congress promises )કર્યું હતું.
કોંગ્રેસના 8 વચનોની પત્રિકાઓનું વિતરણ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિત સ્થાનિક નેતાઓની ટીમ મેદાનમાં (Bhavnagar Congress in Election Mode ) ઉતરી હતી. કોંગ્રેસની અન્ય રાજ્યમાં રહેલી સરકારોએ આપેલા તે રાજ્યોમાં વચનો પૂર્ણ કર્યા હોવાની વાત સાથે ગુજરાતમાં આઠ વચનો કોંગ્રેસે આપ્યા છે તેની એક પત્રિકા બનાવવામાં આવી હતી. આ પત્રિકાને ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોકમાં અને શહેરની મુખ્ય બજારોમાં કોંગ્રેસ કાર્યકરોએ વિતરણ (Distribution of Pamphlet of Congress promises )કર્યું હતું. કોંગ્રેસ બોલે છે તે કરી બતાવે છે તેવા વાક્યોના પ્રયોગ સાથે પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.
કઈ સરકારોના કામ તે ગુજરાતીઓને બતાવવાનો પ્રયાસ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ બેકફૂટ પર છે. કોંગ્રેસ સત્તા વિહોણી રહેવા છતાં વિપક્ષની ભૂમિકા અદા કરતી આવી છે ત્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા કોંગ્રેસે ( Gujarat Assembly Elections ) કાર્યક્રમો અને પ્રજાલક્ષી મુદ્દાઓ પર આક્રમકતા વાળા કાર્યક્રમો આપવાની શરૂઆત (Bhavnagar Congress in Election Mode ) કરી દીધી છે તેવામાં કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છત્તીસગઢ અને રાજસ્થાનની સરકારના ચૂંટણી પહેલા આપેલા વચનો તેમના રાજ્યમાં કેવી રીતે સમયસર પૂર્ણ કર્યા તે વાત સાથે ગુજરાતમાં આપેલા આઠ વચનોની પત્રિકાનું ગુજરાતમાં વિતરણ (Distribution of Pamphlet of Congress promises ) કરાઈ રહ્યું છે. કોંગ્રેસ બોલે છે તે કરી બતાવે છે એ વાક્યને સાર્થક કરવાનો પ્રયાસ કોંગ્રેસે પત્રિકા વિતરણથી કર્યો હતો.