ETV Bharat / city

ભાવનગરમાં જવાહર મેદાનની ખંડેર જેવી સ્થિતિમાં: આર્મી સ્કૂલ બનાવવા સાથે સુરક્ષાની કરાઈ માંગ

ભાવનગરની મધ્યમાં આવેલા જવાહર મેદાનની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષમાં કફોડી બની છે. જવાહર મેદાનમાં અસામાજિક તત્વોનો ત્રાસ, ઝૂંપડપટ્ટી અને કચરો તેમજ માટીનો ખરાબો ઠાલવવામાં આવી રહ્યો છે. સામાજિક કાર્યકરે માંગ કરી છે કે, મેદાનની સુરક્ષા વધારવામાં આવે કારણ કે, જૂની દીવાલ અસામાજિક તત્વોએ તોડી નાખી છે અને CCTV, સિક્યુરિટીથી સજ્જ કરવામાં આવે. સામાજિક કાર્યકર હરપાલસિંહ રાણાએ આર્મી સ્કૂલ બને તેવી પણ માંગ કરી છે.

ભાવનગરમાં જવાહર મેદાનની ખંડેર જેવી સ્થિતિમાં: આર્મી સ્કૂલ બનાવવા સાથે સુરક્ષાની કરાઈ માંગ
ભાવનગરમાં જવાહર મેદાનની ખંડેર જેવી સ્થિતિમાં: આર્મી સ્કૂલ બનાવવા સાથે સુરક્ષાની કરાઈ માંગ
author img

By

Published : Aug 3, 2021, 12:54 PM IST

  • ભાવનગરની મધ્યમાં આવેલું જવાહર મેદાન ખંડેર જેવી સ્થિતિમાં
  • સામાજિક કાર્યકરે કલેકટર અને રાજનાથસિંહ સુધી લેખિત અરજી કરી
  • આર્મી સ્કૂલ બનાવવા સાથે સુરક્ષાની માંગ કરાઈ

ભાવનગર: શહેરની મધ્યમાં આવેલા જવાહર મેદાન એટલે ગધેડિયા ફિલ્ડ જેની દશા હાલમાં ખૂબ જ દયનિય હાલતમાં છે. જવાહર મેદાન સંરક્ષણ વિભાગ હેઠળ સોપાયેલી જમીન છે પરંતુ સરકારી તંત્ર, મેળાઓ અને ક્રિકેટ રસિયાઓ પોતાના હેતુ ઉપયોગ કરે છે. ત્યારે હાલમાં મેદાનમાં ગેરકાયદેસર ઝુંપડા, માટીનો ખરાબો અને કચરાનો ઢગ થતો જાય છે. સુરક્ષાના હેતુથી બનાવેલી ગ્રીલના સળિયા પણ જોવા મળતા નથી. સામાજિક કાર્યકરે માંગ કરી છે કે, મેદાન વ્યવસ્થિત બને અને આર્મી સ્કૂલ બનાવવામાં આવે.

ભાવનગરમાં જવાહર મેદાનની ખંડેર જેવી સ્થિતિમાં: આર્મી સ્કૂલ બનાવવા સાથે સુરક્ષાની કરાઈ માંગ

જવાહર મેદાનની દશા "બાપ વગરના દીકરા જેવી" કેમ..?

ભાવનગરની મધ્યમાં આવેલું જવાહર મેદાન ઇન્દિરા ગાંધીથી લઈને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાનનું સાક્ષી છે. શહેરની વચ્ચે આવેલા મેદાનમાં હાલમાં મનપાની કચરપેટીઓ પડી છે. ઝૂંપડપટ્ટી વાળા ઝૂંપડાઓ કરી અંદર વસવાટ કરી રહ્યા છે. સુરક્ષા હેતુ બનાવેલી એક સમયની ગ્રીલની દીવાલમાં લોખંડના સળિયા પણ કાઢીને વહેંચીને પૈસા ખાઈ જનારાઓએ એક સળિયો રહેવા દીધો નથી. કચરો જ્યાં ત્યાં મેદાનમાં ઉડે છે. માટીનો ખરાબો અસામાજિક તત્વો અને મહાનગરપાલિકા પણ ત્યાં નાખી જાય છે એ સ્થિતિમાં શહેર વચ્ચેની જગ્યા રમણીય બનાવવાને બદલે ખંડેર અને ખાલી જમીન જેવી હાલતમાં પરિણમી છે.

જવાહર મેદાનને લઈને સામાજિક કાર્યકરે લખ્યો તંત્રને પત્ર

જવાહર મેદાન ઐતિહાસિક અને શહેરની મધ્યમાં આવેલું હોઈ ત્યારે તેની જાળવણી કરવાની ફરજ તંત્રની છે આમ તો આ મેદાન સંરક્ષણ વિભાગના કબ્જાનું છે પણ જવાબદારી કલેકટર કક્ષાની આવે છે. ત્યારે 5-6 વર્ષ પહેલાં પ્રદીપ શાહ નામના કલેકટર દ્વારા મેદાન ફરતે ગ્રીલ નાખી સુરક્ષા કરી હતી, આજે મેદાનની સુરક્ષાની ગ્રીલ નથી. મેદાનમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. ક્રિકેટ રમનારાઓનું મેદાન દબાણ, કચરો અને માટીના ખરાબાથી ઘટતું જાય છે અને છેલ્લા 5 વર્ષથી કોઈએ ધ્યાન આપ્યું નથી. ત્યારે કલેકટરને ઉપરની વિગતો સાથેની લેખિત અરજી સામાજિક કાર્યકર હરપાલસિંહ રાણા દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં સફાઈ માટે કરોડોના વાહનોની ખરીદી અને સફાઈ કામદારોની રોજીરોટી પર ખતરો

સામાજિક કાર્યકારની માંગ અને કલેક્ટરનો જવાબ શું..?

સામાજિક કાર્યકર અને વકીલાત કરતા હરપાલસિંહ રાણાએ લેખિત માંગ કરી જવાહર મેદાનને સુરક્ષિત કરવા અને વ્યવસ્થિત કરવા માંગ કરી છે. આ સાથે ETV BHARAT દ્વારા પણ તેમને માંગ કરી છે કે, રાજકોટ, જામનગર જેમ ભાવનગરમાં આર્મી સ્કૂલ બનાવવામાં આવે જેથી કરીને દેશ ભાવના ધરાવતા લોકો પોતાના બાળકોને દૂર સુધી મોકલવા પડે નહીં. જવાહર મેદાનમાં CCTV ગોઠવાય અને સિક્યુરિટી પણ મુકવામાં આવે તેવી માંગ કરી છે. જવાહર મેદાનની સ્થિતિ અને પોતાની માંગ હરપાલસિંહએ લેખિતમાં કલેકટર અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સુધી કરી છે. જો વહેલા ધ્યાન આપવામાં નહિ આવે તો જવાહર મેદાનમાં દબાણ વધી શકે છે. આ બાબતે કલેકટર યોગેશ નિર્ગુડે સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, હાલ તેમના ધ્યાને અરજી આવી નથી પણ અરજી આવતા કોઈ નિર્ણય કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.