- ડાયવર્જનની જમીન મળવા છતાં કામ હજુ નથી થયુ શરૂ
- ફ્લાઇ ઓવર બનવાને લઇને સર્જાઇ છે ટ્રાફિક સમસ્યા
- રેલવેએ જમીન આપી હોવા છતા હજુ ડાયવર્જનનું કામ અધુરૂ
ભાવનગર: શહેરમાં એક માત્ર બની રહેલા ફલાયઓવર માટે ડાયવર્જનની જમીન મળવા છતાં તેના ઉપર કામ કરવાનું મુહૂર્ત આવતું નથી. એક તરફની બાજુ નાનો કટકો બનાવીને 80 ટકા ડાયવર્જન ડચકા ખાતો હોય તેમ લાગી રહ્યું છે. હજુ આગામી 10 દિવસ સુધીમાં ડાયવર્જન બને તેવા કોઈ એંધાણ જોવા મળતા નથી.
સર્જાય છે ટ્રાફિક સમસ્યાં
ભાવનગરના ફલાયઓવરને લઈને ઉભી થેયલી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ડાયવર્જન બનાવવામાં આવી રહ્યુ છે. રેલવેએ જમીન આપી હોવા છતા હજુ ડાયવર્જનનું કામ પુરૂ થયુ નથી. હાલમાં એક કાર વિજપોલ સાથે અથડાઈ હતી તેમ છતા હજુ સુધી સમસ્યા હલ કરવાની કાર્યવાહી થઇ નથી.
ડાયવર્જન કાઢવામાં મહાનગરપાલિકા અસફળ
ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યો છે. ચાર મહિનાથી રેલવેના વાકે ડાયવર્જનની જમીન મળતી ન હતી. જોકે, ફ્લાઇ ઓવરનું કામ શરૂ થતા રસ્તો સાકડો થઇ જતા પ્રજા પરેશાન થઈ ગઈ અને ચારેતરફથી ડાયવર્જનની માંગ ઉઠતા અંતે 10 દિવસ પહેલા રેલવેએ જમીન સોંપી છે. પણ 10 દિવસ વીતવા છતાં ડાયવર્જન કાઢવામાં મહાનગરપાલિકા અસફળ રહી છે. એક તરફ તો રેલવેની જમીનમાં થઈને ડાયવર્જનના ટુકડામાં થઈને પસાર થવું પડે છે. મહાનગરપાલિકાને રેલવેની જમીન મળતા નેતાઓનો કાફલો ખુશી વ્યક્ત કરવા પોહચી ગયો અને ફોટા શેસન કરાવ્યું હતું ત્યારે પ્રજામાં એવો સંદેશો ગયો કે બે ચાર દિવસમાં ડાયવર્જન થઈ જશે પણ આજે 10 દીવસ વીતવા છતાં હજી બન્યુું નથી. હાલમાં એક કારનું વ્હીલ સાંકડો બનેલા રસ્તા વચ્ચે આવેલા વિજપોલ સાથે અથડાવાથી નીકળી ગયું હતું. રોડ વિભાગના અધિકારી કહે છે કે, રેલવેએ એક વર્ષ માટે જમીન આપી છે અને હાલમાં રોડના સ્થળ પર રહેલી પાણીની, ગટરની અને ઇલેક્ટ્રિક જેવી લાઇનો
હજુ પણ કેટલાક દિવસ લાગી શકે છે
મહાનગરપાલિકાને ફેરવવાની છે અને કામગીરી માટે હવે મંજૂરીઓ મળી ગઈ છે એટલે હજુ કેટલા દિવસ લાગે તે કહેવાય નહીં પણ ટુક સમયમાં થઈ જશે. ફલાય ઓવરનું કામ શરૂ થાય તે પહેલાં રેલવેની જમીન હસ્તગત કરવામાં આવી નહીં અને ક્યાંક રાજકીય લાભ લેવા શાસકોએ ફલાયઓવરનું કામ શરૂ કરાવી દીધુ હોય તેવુ લાગી રહ્યુ છે.
હજુ આગામી 10 દિવસ સુધી નહી બને તેવા એંધાણ
ફલાયઓવરનું કામ શરૂ થતાં રોડની બંને બાજુ લોખંડના પતરા મારવામાં આવ્યા હોવાથી રોડ સાંકડો બનીને 8 થી 10 ફૂટનો રહી ગયો છે. જેથી ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે. મહાનગરપાલિકામાં સીટી એન્જીનયર જેવું પદ હોવા છતાં આયોજન વગર કામ આરંભવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યુ છે. રેલવેની મળેલી જમીનમાં મહાનગરપાલિકા ઈચ્છે તો 5 દિવસમાં બધા ફેરફાર કરીને ડાયવર્જન કરી શકે તેમ હતી પણ ક્યાંક શાસકોને કે કમિશનરને અધિકારીઓ ગાંઠતા નથી કે પછી રાજકીય દાવપેચમાં કામ થતું નથી ? જો કે આ બધા સવાલો વચ્ચે હજુ 10 દિવસ એટલે રેલવેની જમીન મળયે 20 દિવસે ડાયવર્જન થાય તો થાય તેવી સ્થિતિ છે અને પ્રજા પરેશાન બની ત્રાહિમામ પોકારી ગઈ છે.