- શહેરમાં ચિકનગુનિયા 0, ડેન્ગ્યુ 105, મેલેરિયા 2 કેસ નોંધાયા
- શહેરમાં ઓગસ્ટમાં ડેન્ગ્યુના 39 કેસ સામે આવતા તંત્ર કામે લાગ્યું હતું
- જિલ્લામાં ચિકનગુનિયા 2 કેસ, ડેન્ગ્યુ 18 કેસ અને મેલેરિયા 44 કેસ સામે આવ્યા હતા
ભાવનગર: શહેરમાં ચોમાસાની સીઝનમાં તાવના વાયરા વચ્ચે સામાન્ય તાવ અને ડેન્ગ્યુએ માથું ઊંચક્યું છે. જિલ્લામાં ચિકનગુનિયા, મેલરીયા અને ડેન્ગ્યુના કેસો સામે આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગામેગામ અને શહેરમાં ગલીએ ગલીએ અર્બન વિભાગ દવા છંટકાવ અને પોરાનાશક દવાઓનો ઉપયોગ કરવા લાગ્યું છે. હોસ્પિટલમાં પણ દર્દીઓની કાળજી લેવામાં આવી રહી છે.
ભાવનગર શહેરમાં શું સ્થિતિ ? મહાનગરપાલિકા આવી ગઈ એક્શનમાં
ભાવનગર શહેરની આશરે સાત લાખથી વધુની વસ્તીમાં શહેરમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મલેરિયાની દહેશત છે. ભાવનગરમાં ચિકનગુનિયા અને મેલરીયાના કેસ સામે નથી આવ્યા. ચિકનગુનિયાનો એકેય કેસ એક વર્ષમાં નથી પણ છેલ્લા આઠ મહિનામાં મેલરીયાના માત્ર 6 કેસ નોંધાયેલા છે. ડેંગ્યુની વાત કરવામાં આવે તો ડેન્ગ્યુ ક્યાંક હાવી થઈ ગયો છે. કોરોના ધીરો થયો અને ઓગસ્ટમાં ડેન્ગ્યુના 39 કેસ સામે આવ્યા હતા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં 105 કેસ નોંધાયા છે. એટલે કે નવ મહિના જેટલા કેસ સીધા ગત વર્ષ કરતા વધી જતાં મહાનગરપાલિકાએ અર્બન વિભાગને કામે લગાડી દીધી છે. આમ શહેરમાં ચિકનગુનિયા 0, મેલેરિયા 2 કેસ આઠ મહિનામાં અને ડેન્ગ્યુના કુલ જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં 105 કેસ નોંધાયેલા છે.
જિલ્લામાં શું સ્થિતિ ? જિલ્લા પંચાયતએ પગલાં ભર્યા તાલુકાઓમાં ગામે ગામ
ભાવનગર જિલ્લાની આશરે 14 લાખની વસ્તી અને આશરે 900 થી વધુ ગામડાઓ છે. 10 તાલુકામાં જિલ્લા પંચાયતે ચિકનગુનિયાના-0 કેસ, ડેન્ગ્યુ 18 કેસ અને મલેરિયાના 2 કેસ સામે આવ્યા છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે કેસ સામે આવતાની સાથે એક્શનમાં આવી ગઈ છે. જિલ્લામાં પરિસ્થિતિને લઈને ફોગીંગ કરવામાં આવી રહ્યું છે અને ઘરે ઘરે શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગો પોરાનાશક દવાઓ નાખી રહ્યું છે. તાલુકા કક્ષાએ ટિમો બનાવવામાં આવી છે. જેથી કરીને કોઈ દર્દીઓ હોય તો સામે આવે ત્વરિત નિર્ણય કરી શકાય.