ભાવનગર: ભાવનગર શહેરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં (Municipal Primary Education Committee) આવેલી શાળાઓમાં રહેલા કોમ્પ્યુટરો જૂની સિસ્ટમના છે તો કેટલાક સરકારે અપગ્રેડ કરવા મંગાવ્યા છે. આશરે 6 માસ થયા હોવાનું પ્રાથમિક શિક્ષક સંઘનું કહેવું છે. એવામાં હવે તાત્કાલિક શિક્ષણ છૂટ્યું છે, ત્યારે શિક્ષક સંઘે કોરોનાકાળમાં સિસ્ટમ અપગ્રેડ કરીને વહેલી તકે કોમ્પ્યુટર પરત આપવા માંગ કરી છે, તો વિપક્ષના કોંગ્રેસના સભ્યએ તો ઓનલાઇન શિક્ષણની વાત કરતી સરકારને એન્ડ્રોઇડ ફોન આપવા માંગ કરી છે કારણ કે, કોરોનાની ત્રીજી લહેર ટકોર કરી રહી છે.
નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળામાં કોપમયૂટરની શુ સ્થિતિ
ભાવનગર શહેરમાં નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની 55 શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં 330 જેટલા કોપ્યુટરો છે. કોપ્યુટર લેબો બનાવવામાં આવેલી છે. જેના જૂની સિસ્ટમના આશરે 100થી વધુ કોમ્પ્યુટરો સરકારને પરત મોકલવામાં આવ્યા છે. આ કોમ્પ્યુટરો અપગ્રેડ કરવા માટે મોકલ્યા હોવાનું શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું છે, જ્યારે અન્ય 230 જેટલા કોમ્પ્યુટરો હજુ જૂની સિસ્ટમમાં છે જેને અપગ્રેડ કરવામાં આવ્યા નથી.
કોમ્પ્યુટર સરકારે અપગ્રેડ માટે પરત મંગાવ્યા
ભાવનગરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની 55 માંથી 33 શાળામાં કોમ્પ્યુટરો છે. ખાસ કરીને ધોરણ 6થી 8 ના બાળકો માટે લેબ બનાવવામાં આવી છે ત્યારે નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના મહાનગરપાલિકા શિક્ષક સંઘના મહાપ્રધાન જગદીશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, 2010 બાદ પ્રથમ રાઉન્ડમાં કોમ્પ્યુટરો આવ્યા હતા બાદમાં બીજા તબક્કાના 2014માં આવ્યા હતા. આમ આશરે 10 વર્ષ જુના કોમ્પ્યુટરો થયા છે, જેને સરકારે અપગ્રેડ માટે પરત મંગાવ્યા છે, તેને ઝડપથી અપગ્રેડ કરવામાં આવે તો શિક્ષણ કાર્ય સારી રીતે ચાલી શકે છે.
શિક્ષણ સમિતિમાં કોંગ્રેસના સભ્યની શિક્ષણને લઈને માંગ
શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટા ભાગે ગરીબ વર્ગના હોઈ છે. કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણમાં (Online education in Corona period)ગરીબ બાળકોના ઘરમાં ક્યાંક ફોન ન હતા, તો ક્યાંક બાળકો વધુ અને ફોન એક હતો, જેથી બાળકોનું શિક્ષણ છૂટી જાય છે. સરકારે કોમ્પ્યુટર લઈ લીધા બાદ શાળાઓ શરૂ છે તો ઝડપથી પરત કરી દેવા જોઈએ અને બીજું કે જે રીતે ત્રીજી લહેરથી ફરી શાળાઓ બંધ થવાના એંધાણ છે, ત્યારે સરકાર ગરીબ બાળકોને એન્ડ્રોઇડ ફોન અભ્યાસ માટે આપે તેવી માંગ (Demand For Android Phones) શિક્ષણ સમિતિમાં કોંગ્રેસના સભ્યએ કરી જેથી બાળકોનું શિક્ષણ બગડે નહીં.
આ પણ વાંચો:
ભાવનગરમાં ધોરણ 1થી 5ની શાળા શરૂ થતા 14 હજારથી વધુ બાળકોને વાલીઓ મુકવા આવ્યા