- ભાવનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આગમન પહેલા આગની ઘટના
- આવતીકાલે મુખ્યપ્રધાન જે જગ્યાએ આવવાના છે તે જગ્યાએ લાગી આગ
- સર ટી હોસ્પિટલમાં મુખ્યપ્રધાનના કાર્યક્રમ માટે બનાવાયેલા ડોમ પાછળ આગની ઘટના
- એસી કમ્પ્રેસરમાં અચાનક આગ લાગતા ફાયર સ્થળ પર દોડી ગયું
ભાવનગરઃ શહેરની સર ટી હોસ્પિટલમાં (Sir T Hospital) આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) આવી રહ્યા છે. ત્યારે મુખ્યપ્રધાનના આગમન પહેલા તંત્રએ સમગ્ર તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ મુખ્યપ્રધાનના આગમન પહેલા એક મોટી દુર્ઘટના થઈ છે. જે જગ્યાએ મુખ્યપ્રધાન આવવાના છે તે જગ્યાએ ડોમ બનાવવામાં આવ્યા છે. જોકે, મુખ્યપ્રધાનના આગમન પહેલા જ ડોમમાં એસી કોમ્પ્રેસર (AC compressor)માં આગ લાગી હતી, જેના કારણે તંત્ર દોડતું થયું હતું. એટલે સર ટી હોસ્પિટલની (Sir T Hospital) ઘોર બેદરકારી સામે આવી છે.
કાર્યક્રમ માટે બનાવાયેલા ડોમમાં આગ લાગી
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલ (Sir T Hospital)માં આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવી રહ્યા છે. ત્યારે મુખ્યપ્રધાનના આગમનના કારણે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, સર ટી હોસ્પિટલમાં (Sir T Hospital) મુખ્યપ્રધાનના કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા ડોમની પાછળના ભાગે રાખવામાં આવેલા એસી કોમ્પ્રેસરમાં (AC compressor) આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી.
આ પણ વાંચો- પારડી GIDC માં ભાનુશાલી પેકેજિંગમાં Fire, ઘટના સમયે 30 કામદારો કરી રહ્યાં હતાં કામ
ફાયર અંગે સુરક્ષાના નામે હોસ્પિટલમાં મીંડુ
સર ટી હોસ્પિટલમાં (Sir T Hospital) આગ લાગવાના બનાવો વારંવાર બનતા રહ્યા છે અને તેને લઈને સુરક્ષા પણ જોવા જઈએ તો ફાયર બ્રિગેડ સિવાય કશું જોવા મળતી નથી. જોકે, આજે એસી કમ્પ્રેશન (AC compressor)માં આગ લાગવાને કારણે તંત્રના લોકો દ્વારા ફાયરની બોટલો લાવીને આગ બૂઝાવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો- ભરૂચ:પાનોલી GIDCની બજાજ હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ
સરટી હોસ્પિટલની (Sir T Hospital) બેદરકારી આવી સામે
બીજી તરફ એવી ચર્ચા જાગી હતી કે, મુખ્યપ્રધાનના આગમન પહેલા આ રીતે આગ ડોમની પાછળ લાગવાની ઘટનાથી સર ટી હોસ્પિટલનું (Sir T Hospital) તંત્ર ચર્ચામાં આવી ગયું છે. સમગ્ર ચારેતરફ ચર્ચાનો દોર થઈ ગયો છે. જોકે, પોલીસે એક તરફ રિહર્સલ કરી રહી છે કે આવતીકાલે મુખ્યપ્રધાન આવી રહ્યા છે. રસ્તા પરની વ્યવસ્થા ગોઠવી રહી છે. એવામાં કાર્યક્રમ યોજવાનો છે તે સ્થળે આગની ઘટના સર ટી હોસ્પિટલની (Sir T Hospital) બેદરકારીને છતી કરે છે જેની ચર્ચા લોકોમાં થવા લાગી છે.