ETV Bharat / city

ભાવનગરમાં મતદાર યાદીમાં ફેરફાર કરાવવા માટે 13 ડિસેમ્બર છેલ્લી તારીખ - જિલ્લા પંચાયત

ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ટર્મ 13 તારીખના પૂર્ણ થાય છે ત્યારે ચૂંટણી શાખાએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે મતદાતાઓ માટે મતદાનમાં તકલીફ ન પડે તેવા હેતુથી મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરી છે. મતદારો 13 ડિસેમ્બર સુધી પોતાની મતદાર યાદીમાં સુધારો કરાવી શકશે. ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચે મતદાર યાદીને લઈને કામગીરી હાથ પર લઈ લીધી છે. આગામી 13 ડિસેમ્બરે પ્રત્યેક મતદાન મથકોએ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતિમ યોજવામાં આવશે.

ભાવનગરમાં મતદાર યાદીમાં ફેરફાર કરાવવા માટે 13 ડિસેમ્બર છેલ્લી તારીખ

author img

By

Published : Dec 7, 2020, 5:40 PM IST

Updated : Dec 7, 2020, 6:55 PM IST

  • ભાવનગરના નાગરિકો મતદાર યાદીમાં કરી શકશે ફેરફાર
  • 13 ડિસેમ્બર સુધી નાગરિકો કોઈ પણ માહિતીમાં ફેરફાર કરાવી શકશે
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા
  • મતદાતાઓને કોઈ ફેરફાર કરાવવો હોય તો કરાવી શકાશે

ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ટર્મ 13 તારીખના પૂર્ણ થાય છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાતાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મતદાર યાદી સુધારણા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે મતદારોએ પોતાનું નામ સુધારવું હોય તે તમામ લોકો 13 ડિસેમ્બર સુધી નામ બદલાવી શકશે. આ માટે 13 ડિસેમ્બરે પ્રત્યેક મતદાન મથકોએ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવશે.

ભાવનગરમાં મતદાર યાદીમાં ફેરફાર કરાવવા માટે 13 ડિસેમ્બર છેલ્લી તારીખ
ભાવનગરમાં મતદાર યાદીમાં ફેરફાર કરાવવા માટે 13 ડિસેમ્બર છેલ્લી તારીખ

શું શું કામગીરી થશે... જુઓ

મતદાન મથક પરતંત્ર દ્વારા 13 તારીખના કાર્યક્રમ હેઠળ મતદાર યાદીમાં નામ નોંધણી, નામ સુધારણા, નામ કમી તેમ જ સ્થળ ફેરફાર સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે, જેનો લાભ લેવા પ્રજાને અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

કેવી રીતે સુધારો કે નામ મતદાર યાદીમાં કરાવાશે ?

સમાવેશ 1-1-2021ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આમાં લાયકાત ધરાવનારા કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નિયત નમૂના ફોર્મ નંબર- 6 ભરીને રજૂ કરી શકાશે. લાયકાત ધરાવનારા નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલા લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝૂંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્યાં સુધી ?

કામગીરીઆ ખાસ ઝૂંબેશ અંતર્ગત આગામી 13 ડિસેમ્બર (રવિવાર)ના રોજ સવારે 10 વાગ્યાથી 5 વાગ્યે રાજ્યના તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથક ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદાર યાદીની વિગતો ચકાસી શકાશે તેમ જ મતદાર યાદીમાં મતદારના તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે. આ ઉપરાંત મતદાર યાદીમાં રહેલા મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા માટે ફોટો વિગતો સુધારવા માટે સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકાશે. નિયત નમૂનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થિત બૂથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે.

Last Updated : Dec 7, 2020, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.