- રોજમેળની ખરીદીની શરૂઆત અગિયારસનાં દિવસથી પ્રારંભ થાય છે
- હવે વ્યાપારીઓ ફક્ત પૂજા કરવાં માટે જ રોજમેળની ખરીદી કરે છે
- ટેકનોલોજી આવતાં રોજમેળ વિસરાઇ રહી છે
ભાવનગર : ભાવનગર શહેરમાં રોજમેળની ખરીદીની શરૂઆત અગિયારસનાં દિવસથી પ્રારંભ થઇ જાય છે. આખા વર્ષનો હિસાબ એક સમયે રોજમેળમાં રાખવામાં આવતો હતો. રોજમેળનું સ્થાન હાલમાં ટેકનોલોજીએ લઈ લીધું છે. રોજમેળનાં વેપારીએ જણાવ્યું હતું કે, હાલમાં રોજમેળની ખરીદી ફક્ત પૂજા કરવાં માટે જ થાય છે, કોમ્પ્યુટર આવતાની સાથે હવે ધાર્મિકતાને કારણે ખરીદી કરી રહ્યા છે તેમાંય કોરોનાનાં કારણે બે વર્ષથી ખૂબ ઓછી ખરીદી જોવાં સાવ ઓછા પ્રમાણમાં થતી હતી પરંતુ આ વર્ષે બજારમાં ગ્રાહકો જોવા મળી રહી છે.
ટેકનોલોજી આવતાં રોજમેળ ભૂલાઈ
ભાવનગરમાં વ્યાપારીઓ વાર્ષિક હિસાબ પહેલાં રોજમેળમાં રાખતા હતા પરંતુ ટેક્નોલોજીનાં સમયમાં હવે કોમ્પ્યુટરમાં હિસાબ કરવામાં આવે છે. આ બાબતે મનીષભાઈ વેપારીએ જણાવ્યું હતું કે, આજે GST, Tax, Bill બધું કોમ્પ્યુટર ઉપર નિર્ભર બની જતાં રોજમેળનો ચીલો ભૂંસાઈ રહ્યો છે. હાલમાં ધર્મની દ્રષ્ટિએ શુકન કરવાનાં હેતુથી રોજમેળની ખરીદી કરવામાં આવે છે જેથી શુકન સચવાઈ જાય છે. દિવસે દિવસે વધતી ટેક્નોલોજીમાં એક પેઢીને રોજમેળ વિશે જ્ઞાન પણ નહીં હોય તેવી સમસ્યા સર્જાય તો નવાઈ નહિ.
રોજમેળમાં લાલ કલરનું કવર શા માટે?
વ્યાપારીઓ દ્વારા રોજમેળની ખરીદી શુષ્ક છે, પરંતુ વર્ષો પ્રમાણે રોજમેળમાં લાલ કલરનું કવર હોઈ છે તેનું મહત્વ છે. જ્યોતિષી ભવિકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, લાલ કલર એ શોર્યનું પ્રતીક માનવામાં આવે છે. લાલ કલર શક્તિનું નિશાન છે. ત્રિગુણાત્મક દેવીનું રૂપ લાલ કલરનું છે. જેથી વ્યવસાયમાં શોર્ય અને સિદ્ધિ હાંસલ કરાવે છે. આથી રોજમેળમાં લાલ કલરને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે લક્ષ્મી હેતુ તેના પર શ્રી કંડોરાયેલો હોય છે. આમ, રોજમેળમાં લાલ કલર શુભ પ્રતીક માનવામાં આવે છે. તેથી નાની કે મોટી રોજમેળનું મેઈન કવર લાલ રંગનું હોય છે.
આ પણ વાંચો : Diwali 2021 : આજથી દીપાવલીના પર્વનો શુભારંભ, અગિયાસર અને વાઘ બારસનો જાણો મહિમા...
આ પણ વાંચો : અમદાવાદની આ જગ્યાના દિવાઓ વિદેશોમાં પણ આપે છે રોશની, જાણો તેમના વિશે...