- CSMCRIના વૈજ્ઞાનિકોને મળી સફળતા
- કોરોના રસીની સરરંચનાના આધારે મજબૂત સરરંચનાની કરી શોધ
- ક્લિનિકલ ટ્રાઈલ બાકીકોરોના રસીની સરરંચનાના આધારે મજબૂત સરરંચનાની કરી શોધ
ભાવનગરઃ કોરોનાની પ્રથમ રસી રેમીડેસિવરની સરરંચનાનો ઉપયોગ કરીને ભાવનગર CSMCRIના વૈજ્ઞાનિકોએ કોમોયુટર ક્ષેત્રે વધુ સારી દવા શોધવા સફળતા મેળવી છે. એટલે કે, વૈજ્ઞાનિકોએ રેમીડેસિવર કરતાં વધુ અસરકારક દવા પ્રાપ્ત થવાના સંકેતો આપ્યા છે.
ભાવનગરમાં CSMCRIના વૈજ્ઞાનિકોની શોધ
ભાવનગર CSMCRI કેન્દ્ર સરકારની સંશોધન કરતી સંસ્થા છે અને કોરોના મહામારી બાદ આ સંસ્થાના વૈજ્ઞાનિકોને પણ સંશોધન માટે કામે લગાડવામાં આવેલા છે, ત્યારે ભાવનગર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના ડૉ.બીશ્વજીત ગાંગુલી અને તેમની ટીમ દ્વારા એક સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ સંશોધન કોમોયુટર ક્ષેત્ર પૂરતું સીમિત છે, જ્યારે તેનો શારીરિક કે દવા બનાવવા માટે પ્રયોગ કરવામાં આવ્યો નથી.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9914922_a.jpg)
સંશોધન ક્યાં થયું અને કેવી રીતે દવા બનવાની શક્યતા
ડૉ. બીશ્વજીત ગાંગુલી અને તેમના સાથી શિબાજી ઘોષની ટીમે પ્રથમ આવેલી રેપીડસિવર દવાની સરરંચના મેળવી અને બાદમાં તેને આધારે કોમ્પ્યુટરમાં તેના જેવી સરરંચના અને વધુ તાકાત વાળી સરરંચના કઈ તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમણે ન્યુક્લિઓટાઇડ્સ બેઝ એનલોગ્સ દવાની સરરંચના સાથે કામ કર્યું અને તેના પરથી નવી દવા રેપીડસિવર કરતાં ત્રણ ગણી મજબૂત બનાવી શકવાનું જાણ્યું છે.
સંશોધન બાદ દવાની પ્રક્રિયા
CSMCRIના વૈજ્ઞાનિકોએ હાલ કોપ્યુટરના આધારે દવાઓની સરરંચના તૈયાર કરી છે, પરંતુ તેનું જમીની એટલે પ્રાયોગિક શોધ બાકી છે. દવાઓ પર પ્રયોગ કરી તેની ટ્રાયલ કરવાની બાકી છે. કારણ કે, CSMCRIને ટ્રાઈલ કરવાની મંજૂરી નથી. જેથી દવા બનાવતી કંપનીઓને પ્રાયોગિક ટ્રાઈલ કરવા પોતાનો રિપોર્ટ કેટલીક દવાની સંસ્થાઓને પ્રયોગ કરવા આપવામાં આવ્યો છે. જો કે, દવા સફળ છે કે નિષ્ફળ તેનો ખ્યાલ ક્લિનિકલ ટ્રાઈલ દવા બનાવ્યા બાદ જ જાણવા મળશે.