ETV Bharat / city

ખેડૂતોના મંદિર સમાન યાર્ડના દરવાજા ખુલ્યા અને હરરાજી શરૂ થઈ: વાવાઝોડાને કારણે પાક ફેંકવો પડ્યો - માર્કેટીંગ યાર્ડ

ભાવનગર માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. યાર્ડના તંત્રએ આવનારા ચોમાસા પહેલા ખેડૂતોનો પાકેલો પાક વહેંચાય તેવા હેતુથી કોરોના ગાઈડલાઈન મુજબ યાર્ડમાં હરરાજીનો પ્રારંભ કર્યો છે. પહેલે દિવસે ખેડૂતોને વ્યાપારીને આર્થિક નુકસાન લીંબુમાં સહન કરવું પડ્યું છે. લીંબુ બગડવાને પગલે નુકસાની થઈ છે.

કોરોના ગાઈડલાઈન મુજબ યાર્ડમાં હરરાજીનો પ્રારંભ

author img

By

Published : May 25, 2021, 9:02 AM IST

  • યાર્ડના દરવાજા ખુલ્યા અને હરરાજી શરૂ થઈ
  • ખેડૂતોએ વાવાઝોડાને કારણે પાક ફેંકવો પડ્યો
  • કોરોના ગાઈડલાઈન મુજબ યાર્ડમાં હરરાજીનો પ્રારંભ

ભાવનગર: માર્કેટિંગ યાર્ડ જે ખેડૂતો માટે મંદિર છે. જે ઘણા સમય બાદ માર્કેટિંગ યાર્ડના દરવાજા ખુલ્યા છે. હરરાજી શરૂ કરવામાં આવી છે. જો કે વાવાઝોડાનાં માર વચ્ચે શરૂ થયેલી હરરાજીમાં ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડ્યું છે.

ભાવનગર યાર્ડ એટલે ખેડૂતના મંદિરના ખુલ્યા દ્વાર

ભાવનગર શહેરમાં આવેલા માર્કેટિંગ યાર્ડના લાંબા સમય બાદ દ્વાર ખુલ્યા છે. માર્કેટિંગ યાર્ડ લાંબા સમયથી બંધ હતું. બીજી લહેરમાં સંક્રમણના પગલે હરરાજી બધા પ્રકારની બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે યાર્ડમાં આજથી પુનઃ હરરાજી શરૂ કરવામાં આવી છે. માસ્ક અને ડિસ્ટન્સના નિયમ સાથે લીંબુ, ડુંગળી, તેલિબીયાં અને કઠોળ સહિતની હરરાજી શરૂ થતાં વ્યાપારી અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

ખેડૂતોએ વાવાઝોડાને કારણે પાક ફેંકવો પડ્યો

આ પણ વાંચો: એક મહિના બાદ જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ ફરી થયું કાર્યરત

યાર્ડના દ્વાર ખુલ્યા પણ ખેડૂતોને નુકસાની સહન કરવી પડી

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની હરરાજી શરૂ થઈ હતી, પરંતુ વાવાઝોડા અને વરસાદના પગલે બગડી ગયેલા પાકને અંતે યાર્ડમાં લાવીને ફેંકવાનો સમય આવ્યો હતો. યાર્ડમાં આશરે 50થી વધુ ટન લીંબુને ફેંકી દેવામાં આવ્યા હતા. લીંબુ બગડવાથી વ્યાપારી અને ખેડૂતને ભારે નુકસાન થયું હતું. જો કે ખેડૂતોએ યાર્ડ ખુલતા આનંદ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: કોરોનાને કારણે બંધ કરવામાં આવેલું ધોરાજી માર્કેટિંગ યાર્ડ ફરી થયું ધમધમતું

યાર્ડના સેક્રેટરીએ શું કહ્યું, યાર્ડ ખોલવા પગલે અને શું રાખવાનું ધ્યાન

ભાવનગર યાર્ડ ખોલવા પાછળ બે કારણો યાર્ડના તંત્ર દ્વારા સામે ધરવામાં આવ્યા છે. ખેડૂતોને થોડા સમયમાં ચોમાસું શરૂ થશે. તેથી નવા પાકની તૈયારી કરવાની હોય છે. જ્યારે બીજું કારણ કે તૈયાર પાક વહેંચે તો આર્થિક સ્થિતિ યથાવત્ રહે. આથી યાર્ડ ખોલવામાં આવ્યું છે, એટલું નહિ યાર્ડના દરવાજા ખુલ્યા બાદ માસ્ક અને ડિસ્ટન્સનું ખાસ પાલન કરવું અને હરરાજી બાદ તાત્કાલિક વ્યાપારીએ તેનો માલ ઉઠાવી લેવાનો રહેશે તેમ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.