ETV Bharat / city

ભાવનગરના ભૂતિયા ગામ નજીક પાણીની લાઈનમાં ભંગાણ, અંદાજે 20 ફૂટ ઉંચા ફૂવારા ઉડ્યા

ગુજરાતમાં રૂપાણી સરકારના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થતાં શનિવારે ભાવનગરમાં બોર તળાવમાં નર્મદાનું પાણી વહેતું કરાયું હતું. રૂપિયા 146 કરોડના ખર્ચે ભૂગર્ભ પાણીની લાઈનનુ કામ પૂર્ણ થતાં શનિવારે જે લોકાર્પણ કરી સૌની યોજના અંતર્ગત તળાવ પાણીથી ભરવામાં આવી રહ્યું છે. જેના 24 કલાકમાં ભૂતિયા (Bhutiya) પાસે સૌની યોજનાથી પાણી લાવામાં આવતી પાઈપલાઈનમાં ભંગાણ થતા 20 ફૂટ ઉંચો પાણીનો ફુવારો છૂટતા લાખો ગેલન પાણીનો વેડફાટ (Water wastage) થતા અધિકારો સ્થળ પર દોડી જઈ તાત્કાલિક પંપિંગ સ્ટેશનથી પાણીની લાઈન બંધ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Water wastage
Water wastage
author img

By

Published : Aug 8, 2021, 5:22 PM IST

  • ભૂતિયા ગામ નજીક સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ
  • શનિવારથી શહેરના બોરતળાવમાં સૌની યોજનાનું પાણી ઠલાવવામાં આવી રહ્યું છે
  • લાખો લીટર પાણીનો વેડફાટ
  • ભૂતિયા ગામ પાસે પાણીના 20 મીટર ઊંચા ઊડી રહ્યા છે ફુવારા
  • નર્મદા પાઈપલાઈનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારો

ભાવનગર: શહેરના મધ્યમાં આવેલા બોરતળાવને સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણીથી ભરવા માટે ની પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત સરકારમાં રૂપાણી સરકાર (Rupani Government) ના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી છેલ્લા પાંચ દિવસથી કરવામાં આવી રહી છે. જેમાં શનિવારે શહેરના બોરતળાવને નર્મદાના પાણીથી ભરવા માટે પશ્ચિમના ધારાસભ્ય (MLA) જીતુ વાઘાણી તેમજ મંત્રીના હસ્તે લોકાર્પણ કરી નર્મદાના પાણીથી તળાવ ભરવામાં આવી રહ્યું છે. જેના 24 કલાકમાં શિહોર તાલુકાના ભૂતિયા ગામ પાસેથી આવતી નર્મદા પાઈપલાઈનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા થતા પાણીની નદીઓ વહેતી થતા દ્રશ્યો જોવા મળતા લાખો ગેલન પાણીનો વેડફાટ (Water wastage) થઇ રહ્યો છે.

સિહોર તાલુકાના ભૂતિયા ગામ નજીક સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ

આ પણ વાંચો: ગીર સોમનાથ: પાતાપુર ગામ પાસેની કેનાલમાં ભંગાણ થતાં લોકોને ઘૂંટણસમા પાણીમાં ચાલીને જવાનો વારો

પાઈપલાઈનનાં ભંગાણ અર્થે તપાસ કરવામાં આવી રહી છે

ભૂતિયા ગામ (Bhutiya) પાસે નર્મદાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયાની જાણ અધિકારીઓને થતા કાર્યપાલક ઈજનેર સહીતના અધિકારો સ્થળ પર દોડી ગયા હતા. નર્મદા પાઈપલાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ (Water wastage) અટકાવવા માટે અધિકારો દ્વારા તાત્કાલિક પમ્પીંગ સ્ટેશનથી પાણીની આવકને બંધ કરી પાઈપલાઈનનાં ભંગાણ અર્થે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાંં લેન્‍ડ ગ્રેબિંગના આરોપીની આગોતરા જામીન અરજી વેરાવળ કોર્ટે ફગાવી

પમ્પીંગ સ્ટેશનથી પાણીની આવકને બંધ કરી રોકવામાં આવ્યું છે

નર્મદા પાઈપલાઈન (Pipeline) માં ભંગાણ બાબતે સૌની યોજનાના કાર્યપાલક ઈજનેર ગજેરા દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, પાઈપલાઈન (Pipeline) માં કોઈ ભંગાણ થયું નથી. ભૂતિયા ગામ (Bhutiya) પાસેથી પસાર થતી પાઈપલાઈન (Pipeline) માં એર માટે લગાવેલા વાલ્વ ગામ લોકો દ્વારા પાણી માટે તોડવામાં આવ્યો હોવાને કારણે પ્રેસરથી વાલ્વ તૂટતા પાણીના ફુવારા થયા હતા. હાલ પમ્પીંગ સ્ટેશનથી પાણીની આવકને બંધ કરી રોકવામાં આવ્યું છે. તેમજ વાલ્વ તોડનાર ગામ લોકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની માહિતી જણાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.