ETV Bharat / city

Shelter Home For Homeless: ઠંડી વધતા ઘર વિહોણાને શોધીને શેલ્ટર હોમ પહોંચાડતી ભાવનગર મનપા

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની (Municipal Corporation) ટીમ રસ્તા પર સુતા લોકોને શોધીને હાલ ડ્રાઈવ યોજી શેલ્ટર હોમ પહોંચાડી (Shelter Home For Homeless) રહી છે. 4 શેલ્ટર હોમમાં 480ની ક્ષમતા સામે 212 જેટલા નિરાધાર લોકોને રાખવામાં આવ્યા છે. કડકડતી ઠંડી વધી છે, ત્યારે ભિક્ષુકને પણ સમજાવી શેલ્ટર હોમ સુધી પહોંચાડાઈ (Corporation providing shelter home) રહ્યા છે.

Municipal Corporation: ઠંડી વધતા ઘર વિહોણાને શોધીને શેલ્ટર હોમ પોહચાડતી મનપા

author img

By

Published : Dec 17, 2021, 7:21 AM IST

ભાવનગર: ભાવનગર શહેરમાં કડકડતી ઠંડી શરૂ થતાની સાથે નાઈટ શેલ્ટરમાં ઘસારો વધ્યો (Shelter Home For Homeless) છે. મહાનગરપાલિકા (Municipal Corporation) રાત્રી દરમિયાન ઠંડીમાં રસ્તા પર સુતા લોકોને સમજાવીને નાઈટ શેલ્ટર સુધી લાવવામાં સફળ (Corporation providing shelter home) રહી છે. શહેરમાં આવેલા 4 શેલ્ટર હોમમાં હાલ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડીને માનવ જિંદગી બચાવાઈ રહી છે.

Municipal Corporation: ઠંડી વધતા ઘર વિહોણાને શોધીને શેલ્ટર હોમ પોહચાડતી મનપા

ભાવનગર શહેરમાં શેલ્ટર હોમ શું સ્થિતિ ઠંડીમાં

ભાવનગર શહેરમાં કડકડતી ઠંડીનો પારો ઊંચો ગયો છે, 2 દિવસથી ઠંડીમાં વધારો થતાં રસ્તા પર સુતા લોકોની ચિંતા મહાનગરપાલિકાએ શરૂ કરી દીધી છે. ભાવનગરમાં કુલ 4 શેલ્ટર હોમ આવેલા છે, જેમાં ઘર વિહોણા લોકોને ઠંડીમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એક શેલ્ટર હોમમાં 120ની સંખ્યા છે. જો કે શહેરના પૂર્વ ભાગમાં બધા હોમ શેલ્ટર આવેલા છે. સરદારનગર,સુભાષનગર, શિવાજી સર્કલ અને રેલવે સ્ટેશન ટર્મિનસ નજીક જ્યાં નિરાધારીને કડકડતી ઠંડીથી બચવા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

શેલ્ટર હોમમાં કેટલા લોકો અને મહાનગરપાલિકાની કામગીરી

ભાવનગર શહેરમાં 4 શેલ્ટર હોમમાં હાલ 212 આસપાસ લોકો રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ટીમ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં નીકળે છે. મહકેમ અધિકારી દેવાંગીબેને જણાવ્યું હતું કે, 4 શેલ્ટર હોમમાં સરદારનગરમાં રાત્રી દરમિયાન 144 સૌથી વધુ લોકો છે, જ્યારે અન્ય શેલ્ટર હોમમાં અન્ય લોકો છે, મહાનગરપાલિકાની ટીમ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રસ્તા પર સુતા લોકોનું કાઉન્સેલિંગ કરીને રિક્ષામાં બેસાડી શેલ્ટર હોમમાં લાવીને તેને પ્રાથમિક સુવિધાઓ આપી રહ્યા છે. ઠંડી વધુ છે ત્યારે માનવ જિંદગીનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે, પણ ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં શેલ્ટર હોમ નથી તેથી દરેકને ચાર શેલ્ટર હોમમાં સમાવેશ આસાનીથી થઈ રહ્યો છે.

આ પણ વાંચો:

સુરત જિલ્લામાં પણ આગામી દિવસોમાં બનશે રેનબસેરાઃ આદિજાતિ પ્રધાન ગણપત વસાવા

મોરબીમાં પરિવારથી વિખુટા પડેલા બે પરપ્રાંતીય બાળકોનું પરિવાર સાથે મિલન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.