ETV Bharat / city

કોરોના દર્દીઓના નામ વિગત જાહેર કરવાનું બંધ કરતા તંત્રના ચોપડે કોરોનાના આંકડા ઘટ્યા - Sir T Hospital

ભાવનગર જિલ્લામાં 13 જુલાઈના રોજ કોરોનાના 24 કેસ પોઝિટિવ આવ્યા છે. જેથી પોઝિટિવ કેસનો આંકડો 665 પર પહોચી ગયો છે. લોકોમાં ચિંતા અને માગ છે કે, તંત્રએ નામ અને વિગત આપવાનું બંધ કર્યું છે. તેથી આંકડો ઘટી રહ્યો છે. નામ અને વિસ્તાર જાહેર કરવામાં આવે.

નામ વિગત જાહેર કરવાનું બંધ કરતા તંત્રના ચોપડે  કોરોનાના આંકડા ઘટી ગયા

author img

By

Published : Jul 13, 2020, 10:38 PM IST

ભાવનગરઃ જિલ્લાના પોઝિટિવ દર્દીની પળેપળની માહિતી અચાનક 26 ટકાના આવેલા કેસના જવાબ આપવાનો બદલે તંત્રએ નામ અને વિગત આપવાનું બંધ કર્યું છે. ત્રીજા દિવસે આંકડો ઘટીને 45માંથી 24 પર આવી ગયો છે પણ લોકોને ચિંતા છે કે, નામ જાહેર નહિ કરીને બીજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. નામ જાહેર થાય તો અન્ય લોકો સાવચેત રહે પણ લોકોને મરવા છોડ્યા હોઈ તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. લોકોમાં ચિંતા અને માગ છે કે, નામ અને વિસ્તાર જાહેર કરવામાં આવે.

ભાવનગરમાં કોરોના કેસ દિવસની એવરેજમાં વધી રહ્યા છે. ભાવનગરમાં 13 જુલાઈના રોજ 24 કેસો આવ્યા છે. તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બતાવે છે કે આંકડા ઘટવા પાછળ કારણ શું છે અને આઇસોલેશન વોર્ડ ધીરે-ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોક-2નો પ્રારંભ થયો હોવા છતાં કેસની સંખ્યા વધી રહી છે.

ભાવનગર શહેરમાં આંકડો 665 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. 20થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચૂકેલો છે. જે આજના દિવસે સૌથી ઓછો ત્રણ દિવસમાં 24 પર છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે નામ જાહેર નહીં કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.

સૌથી અચંબાની વાત એ છે કે, આજના 24 કેસ અચાનક ઓછા આવવવાથી લોકોમાં ગુસ્સો છે કે આંકડા હવે છુપાવાઈ રહ્યા છે. જો કે, તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામો જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી. આંકડો 665ને વટાવી ગયો છે. સ્વસ્થ થવાના કેસ વધી રહ્યા છે. મતલબ સાફ છે કે અંદર ખાને ચાલતી ક્યાંક ગોલમાલ જરૂર છે.

ભાવનગર સાથે જિલ્લામાં કેસ આવી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે. આજદિન સુધી કેસ 519 થઈ ચૂક્યા છે, ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટિમ દ્વારા 3 માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 184 દર્દીઓ સ્વસ્થ થયા છે તો 13 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.

સર ટી હોસ્પિટલમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 309 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે. ભાવનગરમાં રોજના 20થી 25 કેસ આવી રહ્યા હતા હવે તે ધીરે-ધીરે 30 પર પોહચી 45 સુધી પોહચ્યા છે, ત્યારે લોકોમાં ચિંતા વધી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.