- ફટાકડાની બજારમાં નરમાશ
- ચીનના ફટકડાને બાય બાય
- ભારતીય બનાવટના ફટાકડાનું વેચાણ
ભાવનગરઃ શહેરમાં ફટાકડાની બજાર પર કોરોના મહામારીના કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિની અસર જોવા મળી છે. એક તરફ ચીનના ફટાકડા જોવા મળતા નથી તો ભારતની બનાવટના ફટકડામાં 50 ટકા પણ ગ્રાહકોનો કાપ જોવા મળ્યો છે. લોકોની પાસે પૈસા નથી તેવું વેપારીઓ માનતા થયા છે. તો બીજી બાજુ ફટકડામાં દર વર્ષે ભાવ વધતો હોઈ છે, તેના બદલે 10 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આથી વેપારીઓ ચિંતિત છે.
હિન્દુ ધર્મની દિવાળી એટલે નવું વર્ષ સવંત 2077નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડીને લોકો નવા વર્ષનો પ્રારંભ કરતા હોય છે. ત્યારે ફટાકડાની માંગ કોરોના મહામારી વચ્ચે દિવાળીમાં ફટાકડાની બજાર નરમ હોવાથી વેપારીઓ ચિંતિત છે.
મહામારી વચ્ચે ફટાકડાનું વેચાણ
મહામારી વચ્ચે ફટાકડા ફોડવાની મંજૂરી માત્ર 8 થી 10 વાગ્યા સુધીની છે, ત્યારે સ્ટોલમાં આવેલા ફટાકડા માત્ર ભારતની બનાવટના છે. સ્ટોલ પર ચીનના એક પણ ફટકડાને સ્થાન આપવામાં આવ્યું નથી, એટલું નહિ ફટાકડા ગત વર્ષ કરતા 10 ટકા ઓછા છે. છતાં ખરીદી પચાસ ટકા ઓછી થઈ ગઈ છે. ત્યારે નવું વર્ષ સુખદાયી નીવડે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.