ભાવનગર શહેરમાં બે દિવસથી વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગુરૂવારે બપોરે ફરી વરસાદનું આગમન થયું હતું. જો કે, શહેર અને જિલ્લામાં ત્રીજા દિવસે હળવા ઝાપટાઓ વરસી રહ્યા છે. ઝાપટાઓના કારણે રોજિંદી કામગીરીમાં પણ લોકોને અસર પોહચી છે જિલ્લામાં ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે.
ભાવનગર તાલુકો અને જિલ્લામાં વરસાદની ટકાવારી જોઈએ તો જિલ્લામાં 139 mm સીઝનના વરસાદ કરતા વધુ વરસાદ નોંધાયો છે ત્યારે સૌથી વધુ વરસાદ મહુવા પંથકમાં નોંધાયેલો છે જ્યારે ઓછામાં ઓછો તળાજા પંથકમાં નોંધાયેલો છે. હાલમાં આવતા વરસાદને કારણે શિયાળુ પાકની વાવણીમાં તકલીફો જરૂર ઉભી થઇ રહી છે હવે વરસાદ ક્યારે થોભશે તેવા પ્રશ્ન દરેક વ્યક્તિના મુખે સાંભળવા મળી રહ્યા છે.