ભાવનગર: શહેરમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પોઝિટિવ દર્દીનું નામ અને વિસ્તાર જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે લોકોમાં ભય અને ચિંતા વ્યાપી છે. જેથી ભાવનગરની પ્રજાની સ્વસ્થતા અને મહામારી રોકવા માટે તંત્ર દ્વારા નામો જાહેર કરવાની માગ ભાવનગર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિત આગેવાનોની ટીમે મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર પાઠવી પ્રજા હિતમાં સંક્રમિત વ્યક્તિના નામ અને સરનામું જાહેર કરવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, મનપા પાસે માત્ર કોંગ્રેસ નહીં પરંતુ અનેક લોકો નામ અને વિસ્તાર જાહેર કરવાની માગ કરી રહ્યા છે.