- ભાવનગરમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત
- કોંગ્રસના કાર્યકર્તાઓએ ઇન્જેક્શન બાબતે ભાજપને ઘેરી
- પગપાળા ભાજપ કાર્યાલય જતા કોંગી નેતાઓની અટકાયત
ભાવનગર : જિલ્લામાં રેમડેસીવીરનો જથ્થો ખૂબ ઓછો આવે છે જેના કારણે કોંગ્રેસે આક્રમક મૂડ અપનાવીને કાળાનાળા વિસ્તારથી લઈને ભાજપ કાર્યાલય સુધી પગપાળા ચાલીને રેમડેસીવીર માંગ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ કોંગ્રેસને અધરસ્તે અટકાયત કરી લેવામાં આવી હતી.
રેમડેસીવીર ઇજેક્શન મામલે કોંગીસનો આક્રમક રૂખ
ભાવનગર શહેરમાં કોંગ્રેસે રેમડેસીવીર ઇંજેક્શની અછતને કારણે કોંગ્રેસે ભાજપ કાર્યાલય સુધી ચાલીને જઇ રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ કરવાનો તખ્તો ગોઠવ્યો હતો. આ કાર્યક્રમમાં વિરોધપક્ષના નેતા,ધારાસભ્ય અને શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસના આશરે 10 થી 15 લોકો જોડાયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ 5 હજાર ઇંજેક્શન મંગાવી શકે છે તો ભાવનગરમાં લોકો મરી રહ્યા છે, તેમના માટે પમ 20 થી 25 ઇન્જેક્શનો અહીંયા પણ મોકલે તેવી માંગ સાથે જવાનો કાર્યક્રમ હતો.
આ પણ વાંચો : ભાવનગર 10 સ્થળોએ 18 વર્ષ ઉપરના લોકોનું વેક્સિનેશન: યુવાનોમાં અનેરો ઉત્સાહ
પોલીસે કરી અટકાયત
ભાવનગર કાળાનાળા જેવા પોષ વિસ્તારમાં 10 થી 15 લોકો સાથે કોંગ્રેસ પગપાળા ભાજપ કાર્યાલય જવાના હતા. કોંગ્રેસના નેતાઓની અધવચ્ચે અટકાયત કરવામાં આવી છે, જ્યારે ચિત્રા ફુલસર વોર્ડ નગરસેવક કાંતિભાઈ અને અન્ય કાર્યકર આગળ નિકળી ગયા હતા. પોલીસ તેને પકડીને ફરી લાવી હતી. કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો તો હતો પણ પોલોસે અટકાયત કરીને કાર્યક્રમ નિષ્ફળ કરી નાખ્યો હતો.