- નવા ટાઉન પ્લાનિંગ માટે નવા નિયમ મુજબ મંજૂરીઓ અપાઈ
- ટીપી સ્કીમને મંજૂરી આપવા ટાઉનપ્લાનિંગ
- ટાઉન ડેવલપમેન્ટ વિભાગ હેઠળ કામગીરી આગળ ધપે છે
ભાવનગર: શહેરમાં નવા ટાઉન પ્લાનિંગ માટે નવા નિયમ મુજબ મંજૂરીઓ આપવામાં આવી રહી છે. ટીપી સ્કીમને મંજૂરી આપવા ટાઉનપ્લાનિંગ છે. તો ટાઉન ડેવલપમેન્ટ વિભાગ હેઠળ કામગીરી આગળ ધપે છે. ટીપી સ્કીમ હેઠળ હાલ 500 સોસાયટીઓ છે. તો શહેરી વિસ્તારમાં આશરે 3000 જેટલી સોસાયટીઓ છે. નિયમ પ્રમાણે કોમન પ્લોટ હોવો જરૂરી છે પણ ક્યાંક નિયમનને કારણે છેદ ઉડી રહ્યાં છે. તો ક્યાંક હાલના નિયમ પ્રમાણે કોમન પ્લોટ જોવા મળે છે.
આ પણ વાંચો : RCM કાયદાના કારણે 50 ટકા મિલો બંધ, સરકાર પાસે ઉદ્યોગ બચાવવા માગ
ભાવનગરમાં કેટલી સોસાયટીઓ અને શું કોમન પ્લોટની સ્થિતિ ?
શહેરમાં હાલમાં નવા આવેલા ડીપીઆર પ્રમાણે 2000 ચો. મીટર સોસાયટી હોય તો 10 ટકા કોમન પ્લોટ ફરજિયાત છે. નહિતર ટીપી સ્કીમ હેઠળ મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગમાંથી મંજૂરી મળતી નથી. જ્યારે 2000 ચો. મીટરથી ઓછી સોસાયટી હોય તો કોમન પ્લોટ રાખવાની જરૂરિયાત નથી. ભાવનગરમાં ઘણા એવા વિસ્તારો હશે, જેમાં અગાવના નિયમોમાં કરેલી સોસાયટી અને તેમાં કોમન પ્લોટ જોવા મળતા નથી. એકાદ બે કિસ્સા હશે જ્યાં કોમન પ્લોટનો હેતુ ફેર થયો હોય, ત્યારે મહાનગરપાલિકા ત્યાં કશું કરી શકતી નથી. કારણ કે જૂના નિયમો અને હાલના નિયમોમાં આવેલા ફેરફારથી પગલાં ભરવા અશક્ય બની જાય છે.
આ પણ વાંચો : ભાવનગર જિલ્લા પંચાયતનું 1035 કરોડનું બજેટ રજૂ કરાયું
ભાવનગરમાં કેટલી સોસાયટીઓ અને કોમન પ્લોટ ?
સરકારે હાલમાં તો બે હજાર ચો. મીટર કરતા વધુ સોસાયટી મોટી હોય તો કોમન પ્લોટ રાખવાની કાયદામાં જોગવાઈ છે. ભાવનગરમાં ટીપી સ્કીમ હેઠળ 500 સોસાયટીઓ છે. જેમાં હાલ નિયમ પ્રમાણે કોમન પ્લોટ જોવા મળે છે. જ્યારે શહેરના ટીપી સિવાયના વિસ્તારમાં પણ કોમન પ્લોટ હોઈ છે પણ ક્યાંક વાંધા વચકા હોવાને પગલે કોમન પ્લોટ હોય તો હેતુ ફેર થયાનું સામે આવતું હોય છે. જેની સામે થતી કાર્યવાહી મનપા જે તે સમયે કરતી હોય છે પણ આવા એક કે બે કિસ્સા જોવા મળતા હોય છે. જેમાં કોમન પ્લોટમાં દબાણ હોય કે હેતુ ફેર હોય તો ખાલી કરાવવામાં આવે છે.
કોમન પ્લોટ શા માટે હોય છે ?
ખાસ કરીને દરેક મોટી સોસાયટીઓમાં કોમન પ્લોટ ખાસ કરીને બાગ બગીચા એટલે કે ઉદ્યાનો માટે રાખવાના હોય છે. જેથી કરીને સોસાયટીના બાળકો કે વૃદ્ધો ઘર આંગણે ખુલ્લા વાતાવરણનો આનંદ મેળવી શકે. આ ઉપરાંત સોસાયટીના લોકો પ્રસંગો કે નાના કાર્યક્રમ કરી શકે. જ્યારે કોમન પ્લોટ ન હોય તેવા વિસ્તારમાં મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટ કે જગ્યા અઠવા બગીચાઓ હોય છે. આ નિયમમાં છે, ત્યારે ભાવનગરમાં પણ મહાનગરપાલિકા આ દિશામાં કામ કરી રહી છે.