ETV Bharat / city

14 માળ ધરાવતું કોલમબ્સ પેસેન્જર જહાજ ભંગાણ અર્થે આવ્યું અલંગમાં

અલંગ ખાતે એક પછી એક ક્રુઝ જહાજ ભંગાણ અર્થે આવી રહ્યાં છે ત્યારે વધુ એક યુરોપ સીટીનું કોલમ્બસ નામનું પેસેન્જર ક્રુઝ આગામી દિવસોમાં પ્લોટ નંબર 61- 24Gમાં ભંગાણ અર્થે આવી રહ્યું છે. આ જહાજ 29,000 મેટ્રિક ટન વજન ધરાવે છે.1,500 રૂમ સાથે 3,000 જેટલા પેસેન્જર્સની ક્ષમતા ધરાવતું આ જહાજ 14 માળ ધરાવે છે. 5 સ્ટાર અને 7 સ્ટાર અધ્યતન સગવડતા સાથેનું જહાજ નામ શેષ થવા જઈ રહ્યું છે

author img

By

Published : Apr 7, 2021, 8:09 PM IST

14 માળ ધરાવતું કોલોમબ્સ પેસેન્જર જહાજ ભંગાણ અર્થે અલંગમાં

  • કોલમ્બસ નામનું પેસેન્જર શિપ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવ્યું
  • શિપ બ્રેકરે યુરોપમાંથી કોલોમ્બસ જહાજની કરી ખરીદી
  • કોલમ્બસ જહાજ 14 માળ 5 સ્ટાર સુવિધાથી છે સજ્જ

અલંગ: ભાવનગર જિલ્લાના અલંગ ખાતે એક પછી એક પેસેન્જર શીપ ભંગાણ અર્થે આવી રહ્યા છે ત્યારે વધુ એક કોલમ્બસ નામનું પેસેન્જર ક્રુઝ ભંગાણ અર્થે આવી રહ્યું છે. આ પેસેન્જર શિપની જો વાત કરવામાં આવે તો તેમાં 5 સ્ટારથી લઈને 7 સ્ટાર સુધીની સગવડતા યુક્ત જહાજ માનવામાં આવે છે. આ શિપ યૂરોપ દેશનું ક્રૂઝ હોય તેના કુલ 14 માળ ધરાવે છે. તેનું અંદાજીત કુલ વજન 29,000 મેટ્રિક ટન છે તેમજ આ જહાજમાં અંદાજીત 1,500 જેટલા રૂમ અને 3,000 જેટલા પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા ધરાવતા જહાજમાં જીમ,સ્પેશિયલ રૂમની સગવડતા, થિયેટર, બાર જેવી અધ્યતન સગવડતા છે.

14 માળ ધરાવતું કોલમબ્સ પેસેન્જર જહાજ ભંગાણ આવશે અર્થે અલંગ

વધુ વાંચો: અલંગના શિપબ્રેકરોને LDTને પગલે રાજ્ય સરકારે લાખો રુપિયાનો દંડ ફટકાર્યો

11.8 મિલિયન યુ.એસ. ડૉલર છે જહાજની કિંમત

અલંગ ખાતે આવી રહેલ કોલમ્બસ પેસેન્જર શીપ આગામી દિવસોમાં પ્લોટ નંબર 61-24Gમાં આવી રહ્યું છે. આ જહાજની અંદાજીત કિંમત 11.8 મિલિયન યુ.એસ કિંમત છે ભારતીય ચલણ પ્રમાણે અંદાજીત 89 કરોડની આસપાસ આંકવામાં આવી છે. આ જહાજને અગાઉ અલંગ ખાતે આવેલ કર્ણિકા જહાજનું સિસ્ટર જહાજ માનવવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો: લોકડાઉનમાં અલંગ બંદર 3 માસ બંધ રહેતા 40 વર્ષનું પ્રદુષણ થયું નાબૂદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.