ETV Bharat / city

ભાવનગરના બોરતળાવ પર થનારી છઠપૂજા દરમિયાન પોલીસની એક ટીમ રહેશે તૈનાત - પોલીસ સ્ટેશનની એક ટીમ

ભાવનગર શહેરમાં ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના પરપ્રાંતિયો વસવાટ કરે છે. છઠપૂજા (Chhath Puja 2021) દર વર્ષે ભાવનગરના બોરતળાવ (Bhavnagar Bortalav) ખાતે થતી હોય છે, કારણ કે સંધ્યા ટાણે આથમતા સૂર્ય સામે પાણીમાં ઉભા રહીને પૂજા કરી શકાય તેવું એક માત્ર શહેરનું આ તળાવ છે, ત્યારે ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનની એક ટીમ આવનાર છઠપૂજામાં તૈનાત રહેશે.

છઠપૂજા દરમિયાન પોલીસની એક ટીમ રહેશે તૈનાત
છઠપૂજા દરમિયાન પોલીસની એક ટીછઠપૂજા દરમિયાન પોલીસની એક ટીમ રહેશે તૈનાતમ રહેશે તૈનાત
author img

By

Published : Nov 8, 2021, 6:07 PM IST

  • ભાવનગર બોરતળાવ છઠ પૂજા માટે પોલીસની એક ટીમ રેહશે તૈનાત
  • છઠપૂજા માટે બોરતળાવ પર આશરે 3 થી 5 હજાર પરપ્રાંતીય આવે છે
  • મહાનગરપાલિકાની વોટર વર્કસ વિભાગની ટીમ રહેશે હાજર

ભાવનગર : શહેરમાં આવેલા બોરતળાવની (Bhavnagar Bortalav) પાળે સંધ્યા ટાણે ભાવનગરમાં વસતા પરપ્રાંતિયો દ્વારા છઠપૂજા (Chhath Puja 2021) કરવામાં આવતી હોય છે. શહેરમાં પરપ્રાંતિયની સંખ્યા ઓછી હોવાથી માત્ર બંદોબસ્ત બોરતળાવ પોલીસ સ્ટેશન પૂરતો કરવામાં આવે છે. અલંગ, રોલિંગ મિલો અને GIDCમાં કામ કરતા મજૂરો અને ટ્રાન્સપોર્ટર ક્ષેત્રે જોડાયેલા બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના પરિવારો ભાવનગરમાં વસવાટ કરે છે.

છઠપૂજા દરમિયાન પોલીસની એક ટીમ રહેશે તૈનાત

ભાવનગરમાં બોરતળાવની પાળે છઠપૂજા

ભાવનગર શહેરમાં આવેલું બોરતળાવ શહેરની શાન છે. બોરતળાવમાં દુબવાના બનતા બનાવના પગલે જાળીઓ નાખવામાં આવી છે, ત્યારે છઠ પૂજા માટે આશરે ત્રણથી ચાર હજાર લોકો આવતા હોય છે. દરેક પરિવારનું દંપતી પાણીમાં ઉભા રહીને છઠ પૂજા કરે છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે વ્યવસ્થાના ભાગ રૂપે માત્ર બોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમ ખડેપગે રહેતી હોય છે. ASP સફીન હસને જણાવ્યું હતું કે, બોરતળાવ પોલીસ સ્ટેશનને તેની જવાબદારી સોંપેલી છે અને તેની ટીમ ત્યાં ખાસ ઉપસ્થિત રહી છે અને આ સાથે જ તે છઠપૂજન દિવસે રહેશે. જો કે બોરતળાવ થાપનાથ મંદિરે બોરતળાવ પોલીસ ચોકી પણ બનાવવામાં આવી છે.

છઠ પૂજામાં શું પડશે હાલાકી

ભાવનગરનું બોરતળાવ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ હેઠળ આવે છે, ત્યારે વોટર વર્કસ વિભાગના અધિકારી દેવમુરારીએ જણાવ્યું હતું કે, અમારે કોઈ ખાસ વ્યવસ્થા કરવાની હોતી નથી છતાં અમારી એક ટીમ ત્યાં તૈનાત રહે છે. બાકી ધર્મને પગલે અમે મનાઈ પણ કરી શકતા નથી. હવે આ વર્ષે બોરતળાવ છલોછલ છે. જેથી છઠ પૂજા કરવા આવનાર પરપ્રાંતીય દંપતિઓને પાણીમાં ઉભા રહેવામાં તકલીફ થશે, આ ઉપરાંત ઉંડાઈ કેટલી તે જાણવું પણ મુશ્કેલ બનશે. હવે જોવાનું એ રહેશે કે આખરે પૂજા માટે શું થાય છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.