- ભાવનગરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધરાશાયી
- ફાયરે બ્રિગેડે 3ને બચાવ્યા તો એક મહિલાનું મૃત્યુ
- મહાનગરપાલિકા જુનવાણી મકાનોને પગલે માત્ર આપે છે નોટિસો
ભાવનગર: ભાવનગર શહેરના મુખ્ય બજારમાં આવેલા ભાદેવાની શેરી વિસ્તરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધારાશાયી થતા એક સોની પરિવાર દટાઈ ગયો (building collapsed in Bhavnagar0 હતો, જેની જાણ ફાયર વિભાગને કરતા તેણે રેસ્ક્યુ કરીને 3નો બચાવ કર્યો હતો તો આ ધટનામાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે.
બનાવને લઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ
ભાવનગર શહેરના મુખ્ય સોની બજાર વિસ્તારમાં 3 માળનું હિંમત રામજી રાજપુરાનું મકાન વહેલી સવારે 5.40 થી 6.45 વચ્ચે ધરાશાયી થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું. ફાયર વિભાગે વહેલી સવારે રેસ્ક્યુ કરીને બચાવ કામગીરી આરંભી હતી. બનાવને લઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
મકાન ધારાશાયી થવાના કિસ્સામાં મનપા સામે સવાલ
ભાવનગરના ભાદેવાની શેરીમાં વહેલી સવારે બનેલી આ દુર્ઘટનામાં પરિવારના એક સભ્યનુ મૃત્યું થયું છે, આ ઘટનામાં પિતા, માતા અને પુત્રનો બચાવ થયો છે, અને પુત્રવધુનું બનાવ દરમિયાન જ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બાદ સવાલ મહાનગરપાલિકા સામે આવીને ઉભો રહ્યો છે કે, આખરે જુનવાણી વિસ્તારમાં જુના રહેણાંક મકાનો અને જૂના રહેણાંક મકાનની બાજુમાં અન્ય નવા બનતા મકાનો પણ શું નીતિ નિયમ પ્રમાણે બની રહ્યા છે ? કારણ કે, વારંવાર આ જુનવાણી વિસ્તારમાં મકાન ધારાશાયી થવાના કિસ્સા બની રહ્યા છે અને મહાનગરપાલિકા (Municipal Corporation Bhavnagar)ઉતારવાની નોટિસો આપી હોવાનું જણાવીને હાથ પર હાથ દઈ બેસી રહે છે અને બાદમાં આવી ઘટનાઓ બનતા કોઈ મૃત્યુને ભેટી રહ્યું છે.
આ પણ વાંચો:
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું
ભાવનગરમાં પીરછલ્લામાં સમારકામ હેઠળના મકાનનો સ્લેબ મકાનમાલિક પર જ પડતા મોત