- મહુવા નગરપાલિકામાં નવા સભ્યોની પ્રથમ બેઠક મળી
- બજેટ બેઠકમાં સત્તાસ્થાનેથી ઠરાવો રજૂ થતાં 12 સભ્યોએ નોંધાવ્યો વિરોધ
- 7 વર્ષ પહેલાના જસવંત મહેતા ભવનના પેમેન્ટ વિષે કરાઈ ચર્ચા
ભાવનગર: મહુવા નગરપાલિકાની આજે ગુરુવારના રોજ બજેટ માટેની બેઠક યોજાઇ હતી. 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવ્યા પછી આ પ્રથમ બેઠક હતી, જેમાં બજેટની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહુવા નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા ઠરાવો પસાર કર્યા હતાં. જેનો કોંગ્રેસના 7 અને સમાજવાદી પાર્ટીના 5 સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો જેને કારણે વાતાવરણ ગરમાયું હતું.
આ પણ વાંચો:પારડી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી: હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ સભા મોફૂફ
જસવંત મહેતા ભવનનના બાંધકામના વિષય પર થયો હોબાળો
જસવંત મહેતા ભવન 7 વર્ષ પહેલા બનાવવાની મંજૂરી અપાઈ હતી. ત્યાર પછી હાલના સમાજવાદી પાર્ટીના જ પરાજિત ઉમેદવાર દ્વારા તે કામ ઉપર સ્ટે લગાવવામાં આવ્યો હતો. ત્યારે 7 વર્ષથી બંધ પડેલા કામમાં જે કામ થયું હતું તેનું પેમેન્ટ પણ કોન્ટ્રાક્ટરને ન મળતા તે કોર્ટમાં ગયો હતો અને નગરપાલિકાની જપ્તી કરવાનો હુકમ મેળવ્યો હતો. નગરપાલિકા દ્વારા તે કામનું પેમેન્ટ 1 કરોડ 23 લાખ ચેક દ્વારા આપ્યુ હતું માટે તેણે તેની જપ્તી લીધી ન હતી. આમ, આ કામનું પેમેન્ટ નગરપાલિકાના સ્વ ભંડોળમાંથી કરવાના ઠરાવો કરતા વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવતા બેઠકમાં હોબાળો થયો હતો અને તમામ ઠરાવો બહુમતીથી પાસ કરાયા હતા.
આ પણ વાંચો:વડોદરા જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ
મહુવા નગરપાલિકાની બેઠકમાં સભ્યોનું અયોગ્ય વર્તન
મહુવા નગરપાલિકાની પ્રથમ બેઠકમાં જ હોબાળો થતા સભ્યોને ભવિષ્ય વિશે પ્રશ્ન થયો હતો. નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો નગરપાલિકાની ગરિમા જાળવ્યા વગર અશોભનીય વર્તન કરી કામ કરવાને બદલે ગુંડાગીરી કરવા આવ્યા હોય તેવું વર્તન કરતા જોવા મળ્યા હતા.