- કેન્દ્રના બજેટને પગલે ભાવનગરની મહિલાઓની અપેક્ષા શું
- મોંઘવારી મુદ્દે મહિલાઓએ સરકાર પાસે ખૂબ અપેક્ષાઓ રાખી
- લોકડાઉન અને બાદમાં રોજગારી પછી મોંઘવારીમાં ગૃહિણીઓનું બજેટ બગડી ગયું
ભાવનગર : શહેરની મહિલાઓ સાથે ETV BHARATએ કેન્દ્રના આવી રહેલા બજેટને પગલે વાર્તાલાપ કરીને તેમના મતો જાણવાની કોશિષ કરી હતી. લોકડાઉન બાદ રોજગારીનું પ્રશ્ન અને મોંઘવારી મુદ્દે મહિલાઓએ સરકાર પાસે ખૂબ અપેક્ષાઓ રાખી છે એટલું નહિ તેમણે આશા રાખી છે કે, બગડેલા હાલત સુધારવામાં સરકાર સારામાં સારું બજેટ જાહેર કરશે.
કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે ત્યારે લોકડાઉન અને બાદમાં રોજગારી પછી મોંઘવારીમાં ગૃહિણીઓનું બજેટ બગડી ગયું છે. ETV BHARATએ ગૃહિણીઓના મત જાણવાની કોશિષ કરી હતી.
બજેટને લઈ ભાવનગરની ગૃહિણીઓની શુ અપેક્ષા
ભાવનગર શહેરમાં લોકડાઉન બાદ રોજગરીઓનો પ્રશ્ન ઉભો થયો અને રોજગારી હતી તે છીનવાઈ ગઈ અને ગૃહિણીઓનું બજેટ ખેરવિખેર થઈ ગયું છે એટલું નહિ વ્યવસાયકારી માહિલાઓ પણ સરકાર પાસે અપેક્ષાઓ રાખીને બેઠી છે કે GST અને ટેક્સમાં રાહત મળશે.
મોંઘવારી મુદ્દે ભાવનગરની મહિલાઓનો મત
લોકડાઉન બાદ રોજગારી છીનવાઈ જવાના કારણે બેરોજગારીનો પ્રશ્ન સામે આવ્યો ત્યારે લોકો લોકડાઉનથી બહાર નીકળ્યા બાદ જ્યાં રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં ચાલવા લાગ્યા તેમાં અનેકના ઘરના બજેટ વિખાય ગયા છે. 10 હજારમાં ચાલતું ઘર હવે 20 હજારમાં ચલાવવું મુશ્કેલ બન્યું છે આવક ઘટી ગઈ અને મોંઘવારીએ માજા મુક્ત પેટ્રોલ ડીઝલના વધેલા ભાવથી દરેક ઘર ગથ્થુ ચીજોને ભાવમાં ભડકો થયો છે. મહિલાઓ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા ચેબકે રાહત સંતોષકારક મળી રહે.
આ પણ વાંચો :
કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત આપવાની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માગ