- ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે ભાજપ-કોંગ્રેસ બંન્નેએ ફોર્મ આપ્યા
- પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા ભરતસિંહ ગોહિલને સ્થાન અપાયું
- ઉપપ્રમુખ પદ માટે ઘનશ્યામ સિહોરા સ્થાન અપાયું
ભાવનગર : જિલ્લા પંચાયતની આવતીકાલે સામાન્ય સભા છે. પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા ભરતસિંહ ગોહિલને સ્થાન આપવામાં આવ્યું છે. ભરતસિંહ ગોહિલ અમરગઢ(સોનગઢ) પરથી ચૂંટાઈ આવ્યા છે. ઉપપ્રમુખ પદ પર ઘનશ્યામ સિહોરાને જાહેર કરવામાં આવ્યા છે. બંન્ને દાવેદારોએ DDOને મળીને દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસ દ્વારા પણ દાવેદારી નોંધાવામાં આવી છે.
આ પણ વાંચો : બારડોલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારી
જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભરતસિંહ ગોહિલને અમરગઢ બેઠકથી ચૂંટાયેલા છે તમને જાહેર કર્યા છે. ઉપપ્રમુખ પદ માટે ઘનશ્યામ સિહોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જે નાની રાજસ્થળી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. બંન્ને ભાજપના દાવેદારોએ ફોર્મ DDO સમક્ષ રજુ કર્યું હતું. કોંગ્રેસને માત્ર 8 બેઠક મળી છે, છતાં નાની રાજસ્થળીથી જીતેલા મનુભાઈ કામળિયાએ પ્રમુખ માટે અને જીતેન્દ્ર પનોતે દિહોરથી ચૂંટાયેલા હોઈ દાવેદારી નોંધાવી છે.
આ પણ વાંચો : જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના શાંતાબેન ખટારીયાની બિનહરીફ વરણી
પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ચૂંટાયેલા સભ્યો સંપર્ક વિહોણા
ભાજપ દ્વારા જાહેર થયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ પોતાના ફોન નામ જાહેર થયા બાદ ઉઠાવતા નથી. આવતીકાલે શુક્રવારે સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં મતદાનમાં ક્રોસ વોટિંગ થાય નહિ તે માટે કોઈ એક જગ્યા પર રાખવામાં આવ્યા છે. સંભાવનાઓ રહેલી છે કે, ગત 2015માં કોંગ્રેસની બોડી હતી. પરંતુ અઢી વર્ષના શાસન બાદ કોંગ્રેસના ત્રણ સભ્યો તૂટીને ભાજપમાં જતા રહ્યા અને અન્ય દ્વારા કરાયેલા ક્રોસ વોટિંગમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ નિમાઈ ગયા હતાં. આ ભાજપની બોડીમાં ભાંગતુટ થાય નહિ તેથી ભાજપ સંતાકૂકડી રમી રહ્યું છે.