ETV Bharat / city

ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ, 1 લાખનું નુકસાન - અંધ ઉદ્યોગ શાળા

ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં ગત 3 વર્ષથી બહેનો અને ભાઈના 35થી 40 વિદ્યાર્થીના મંડળને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના પહેલાં અંધકાર જીવનમાં આત્મનિર્ભર બનેલા વિદ્યાર્થીઓને એક લાખ જેવી કમાણી થતી હતી, પરંતુ કોરોનાને પગલે વિદ્યાર્થીઓને ઘરે રહેવાની ફરજ પડી છે. જેથી ચાલુ વર્ષે રાખડીઓ બની શકી નથી. કમાણીની રકમમાંથી વર્ષનો હાથ ખર્ચો હવે નહીં નીકળતાં બહેનોમાં નિરાશા ફેલાઈ ગઈ છે અને લોકલ વોકલનું બાળ મરણ થયું છે.

ETV BHARAT
ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ, 1 લાખનું નુકસાન
author img

By

Published : Jul 31, 2020, 9:28 PM IST

ભાવનગરઃ શહેરની અંધ ઉદ્યોગ શાળાના બાળકોને દ્રષ્ટિ નહીં હોવા છતાં પણ તેઓ સર્જન કરવામાં હંમેશા અગ્રેસર રહે છે. દ્રષ્ટિ નહીં હોવા છતાં સમાજમાં રહીને આત્મનિર્ભર રહેતા પ્રજ્ઞાચક્ષુ બાળકોને આજે કોરોના મહામારીએ આત્મનિર્ભર બનતા પણ રોકી લીધા છે. જેથી દ્રષ્ટિ વિહોણા વિદ્યાર્થીઓની પડ્યા પર પાટું પડવા સમાન સ્થિતિ બની છે.

ETV BHARAT
રાખડી

દેશમાં કોરોના મહામારીએ સંપૂર્ણ રીતે સ્વસ્થ લોકોને પણ પાંગળા કરી દીધા અને દેશના વડાપ્રધાને તમામ લોકોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી છે, પરંતુ સમાજમાં ઘણો એવો વર્ગ પણ છે, જે હંમેશા આત્મનિર્ભર બનવા માટે ઝઝૂમતો આવ્યો છે. આવો જ વર્ગ એક ભાવનગરના અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોનો છે. જેની પાસે દ્રષ્ટિ નથી, પરંતુ ઈશ્વરે આપેલી હૃદયની દ્રષ્ટિથી તેઓ કોઈને કોઈ સર્જન કરતાં આવ્યાં છે.

ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ, 1 લાખનું નુકસાન

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વર્ષોથી નવા આવતા પ્રજ્ઞાચક્ષુ બાળકો રાખડીઓ બનાવે છે, ત્યારે ચાલુ વર્ષે શાળાઓ બંધ હોવાથી આ બાળકોને પોતાના ઘરે જવાની ફરજ પડી છે. જેથી આ બાળકોએ આત્મનિર્ભર બનવાની તક ગુમાવી છે. હાલમાં અંધ ઉદ્યોગ શાળા બહાર સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ગત વર્ષની રાખડીઓ વેચાણ માટે મુકવામાં આવી છે

અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાના છાત્રાલયમાં સમગ્ર વર્ષ રહેવાનું હોઈ છે અને આત્મનિર્ભર બનવા વિવિધ પ્રવૃતિઓ અને જ્ઞાન મેળવવાનું હોઈ છે. અંધ ઉદ્યોગ શાળામાં ઇલેક્ટ્રિક કામ શીખવવામાં આવે છે. જેમાં અનેક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બન્યા છે.

અંધ ઉદ્યોગ શાળાની 35થી 40 જેટલી બહેનો અવનવી રાખડીઓ બનાવે છે. 5 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની રાખડીઓ આ બહેનો બનાવે છે. દરવર્ષે લાખો રૂપિયાની રાખડીઓ આ બહેનો બનાવે છે.

ઈશ્વરે આ વિદ્યાર્થીઓને આંખોની દ્રષ્ટિ આપી નથી, પરંતુ આ પ્રજ્ઞાચક્ષુ બહેનો રાખડીનો આકાર, કલર મેચિંગ જેવી સુંદર કલાત્મકતાનું સર્જન કરવામાં અગ્રેસર રહી છે અને ભાવનગરવાસીઓ પણ આ રાખડીઓ ખરીદતા આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.