- ઉમરાળા તાલુકા પંચાયતની રંધોળા અને લંગાળા બેઠક પર ભાજપ બિનહરીફ
- લંગાળા બેઠક પર ભાજપના ગુણવંતી મિસ્ત્રી બિનહરીફ
- રંઘોળા બેઠક પર ભાજપના સુરેશ કુવાડીયા બિનહરીફ
- બન્ને પક્ષોના ઉમેદવારો અને સમાજના આગેવાનો દ્વારા સમજૂતી થતા ભાજપ ની 2 બેઠક બિનહરીફ
- કોંગ્રેસ દ્વારા સોદાબાજી કરવામાં આવી
- રંઘોળા અને લંગાળાની બેઠકો પર ભાજપ બિનહરીફ
ભાવનગર: સ્થાનિક સ્વરાજ ચૂંટણી 28 ફેબ્રુઆરી રોજ યોજાવાની છે. જેમાં ઉમરાળા તાલુકાની 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત માટે ચૂંટણી લડતા ઉમેદવારોના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રસ દ્વારા નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હતા, પરંતુ ગત દિવસે માહિતી અનુસાર ઉમરાળા તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરિફ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. રંઘોળા બેઠક પર ભાજપના સુરેશ કુવાડીયા તેમજ લંગાળા બેઠક પર ભાજપના ગુણવંતી મિસ્ત્રી બિનહરીફ વિજેતા જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શું કહે છે ઉમરાળા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ
આ અંગે ઉમરાળા કોંગ્રેસ પ્રમુખ હરીચંદ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, જે પ્રમાણે તાલુકા પંચાયત માટે ઉમેદવારો પહોંચ્યા નથી કે ઉમેદવારો મળ્યા નથી જેવા સવાલો થઇ રહ્યા છે તે તદ્દન ખોટા અને પાયા વિહોણા છે. કારણ કે, ઉમેદવારો કોંગ્રેસ પક્ષ પાસે હતા, પરંતુ રંઘોળા અને લંગાળા બન્ને તાલુકા પંચાયતની બેઠકો પર એક જ જ્ઞાતિનાં ઉમેદવારો બન્ને પક્ષમાંથી આવતા હોય છે. જેને કારણે એ બેઠકો પર કોઈ જ્ઞાતિને લઈને વિવાદના સર્જાય તે માટે બન્ને પક્ષોના ઉમેદવારો અને સમાજના આગેવાનો દ્વારા સમજૂતી ચાલી રહી હતી. જેમાં બન્ને બેઠકો પર એક જ જ્ઞાતિના ઉમેદવારોની જીત હાંસલ કરવી કોંગ્રેસને અશક્ય જણાઈ આવતા બન્ને પક્ષો દ્વારા સમજૂતી કરી તાલુકામાં 2 બઠકો ભાજપના ખોળે આપી સમજૂતી કરવામાં આવી છે.
ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા
રંઘોળા અને લંગાળા તાલુકા પંચાતની બેઠકો પર કોંગ્રેસે કયારેય એક જ જ્ઞાતિના ઉમેદવારમાં જીત હાસલ કરી નથી. જેને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સમાજના આગેવાનોએ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારને સપોર્ટ કરવાની સમજૂતી થતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે.