- ભાજપ કિસાન મોરચાએ કૃષિ બિલના સમર્થનમાં યોજી સહી ઝુંબેશ
- વિરોધ પક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરતા હોવાનો કર્યો આક્ષેપ
- સહી ઝૂંબેશમાં અનેક ખેડૂતોએ લીધો હતો ભાગ
ભાવનગર: ભાવનગર શહેર ભાજપ કિસાન મોરચા દ્વારા કૃષિ બિલના સમર્થનમાં સહી ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સહી ઝૂંબેશમાં ભાજપના કાર્યકરો સહિત કેટલાક ખેડૂત આગેવાનો પણ જોડાયા હતા અને દિલ્હીમાં ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનું કહીને વિરોધ પક્ષો પર પ્રહાર કર્યા હતા. ભાવનગર ભાજપ કિસાન મોરચા દ્વારા ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા કૃષિ કાયદાના સમર્થનમાં એક સહી ઝૂંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાવનગર યાર્ડમાં યોજાયેલા આ સહી ઝૂંબેશમાં અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો.
માર્કેટ યાર્ડમાં યોજવામાં આવ્યો કાર્યક્રમ
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાજપના કિસાન મોર્ચા દ્વારા સહી ઝૂંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા કૃષિ કાયદાના સમર્થનમાં સહી ઝૂંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એટલે કે ખેડૂત સામે ખેડૂત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યાર્ડમાં આવતા અનેક ખેડૂતોએ સહી ઝૂંબેશમાં ભાગ લીધો હતો. તો અનેક ખેડૂતો સહી ઝૂંબેશથી દુર રહ્યા હતા.
યાર્ડની સહી ઝૂંબેશમાં શહેર ભાજપ પણ જોડાયું
કિસાન મોરચાના સહી ઝૂંબેશમાં ભાજપ શહેર સંગઠન પણ જોડાયું હતું અને સહી કરીને કેન્દ્ર સરકારના કૃષિ બીલને આવકાર્યું હતું. સાથે જ વિરોધ કરનારા સામે પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં ચાલી રહેલા વિરોધમાં ખેડૂતોને ભરમાવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ખેડૂતોને ભરમાવીને વર્ષો પછી જયારે ખેડૂતોને લાભ મળી રહ્યો છે ત્યારે વચેટિયાઓ ખેડૂતોને ભરમાવીને નુકશાન કરી રહ્યા છે.