- ભાવનગરનું 127 વર્ષ જૂનું બીલેશ્વર મંદિર આસ્થાનું કેન્દ્ર ભાવેણાવાસીનું
- 127 વર્ષ પહેલાં સ્વયંભૂ શિવલિંગનો જીર્ણોધ્ધાર મહારાજા તખ્તસિંહજીએ કર્યો
- દર વર્ષના શ્રાવણના બીજા સોમવારે બીલેશ્વર દાદાને બર્ફીલા બાબા બનાવાય છે
- વૃધો કે જેઓ અમરનાથ નથી જઈ શકતા તેવા લોકો માટે થાય છે આયોજન
ભાવનગર: રજવાડાએ જીર્ણોદ્ધાર કર્યો અને સ્વયંભૂ પ્રગટ માનવામાં આવતા ભગવાન બીલેશ્વર દાદાના દર્શન શ્રાવણ માસમાં અદભુત હોય છે. શ્રાવણના બીજા સોમવારે બીલેશ્વર દાદાને બર્ફીલા બાબામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. શારીરિક રીતે અમરનાથ સુધી નહિ પહોંચી શકનાર વૃદ્ધો માટે ખાસ અમરનાથનું દર શ્રાવણ માસમાં પ્રતિકૃતિ રૂપે તૈયાર કરી બીલેશ્વર મહાદેવના રૂપને પૂજારીભાઈઓ અમરનાથના રૂપમાં ફેરવે છે.
આ પણ વાંચો- આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, તમામ જ્યોતિર્લીંગોના દર્શન કરો, એક ક્લિકમાં...
બીલેશ્વર મહાદેવનો ઇતિહાસ પૌરાણિક અને અધુરો હજુ પણ
ભાવનગર લના એસટી બસ સ્ટેન્ડ પાસે સરકારી ક્વાર્ટરમાં આવેલા બીલેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોધાર 127 વર્ષ પહેલાં મહારાજા તખ્તસિંહજી દ્વારા કરવામાં આવ્યો હતો. એક પણ પગથિયાં વગરના શિવાલયમાં આજે પણ બીલેશ્વર મહાદેવ લોકોનું આસ્થાનું કેંન્દ્ર છે. બીલેશ્વર મહાદેવ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે તેમનો જીર્ણોધ્ધાર થયો, ત્યારે મંદિર બંધાયેલું હતું પણ તેના આગળનો ઇતિહાસ કોઈ પાસે નથી. વર્ષો પુરાણા બીલેશ્વર મહાદેવમાં શ્રાવણ માસમાં ખાસ પૂજા હોય છે.
પાનેશ્વરમાંથી બીલેશ્વર બનેલા મહાદેવને શ્રાવણમાં વૃદ્ધો માટે બર્ફીલા બાબા બનાવાય છે
ભવનગરના બીલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં પૂજારી અશોકભાઈ દ્વારા સજાવવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી. શ્રાવણના બીજા સોમવારે બીલેશ્વર દાદાને બર્ફીલા બાબા એટલે અમરનાથ બાબા બનાવવામાં આવે છે. આ બનાવવાનું કારણ એક માત્ર છે કે, જેઓ અમરનાથ જઇ નથી શકતા તેવા વૃદ્ધો ઘરે બેઠા બીલેશ્વર દાદામાં અમરનાથ બાબના દર્શન કરે તેવો હેતુ છે.
આ પણ વાંચો- ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ફરી એકવાર સર્જાયો વિવાદ, પુજારીઓએ કર્યો હંગામો
108 દિવડાથી દીપમાળ કરીને ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે
પૂજારી દ્વારા ખાસ સિસોડો બરફનો છોલ કરીને અમરનાથ બાબા બનાવવામાં આવે છે. બપોર બાદ બનાવેલા બર્ફીલા બાબા મોડી રાત સુધી રહે છે. શ્રાવણ માસ નિમિતે ખાસ દીપમાળ પણ કરવામાં આવે છે. 108 દિવડાથી દીપમાળ કરીને ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે