ETV Bharat / city

આંધ્રથી કાઠિયાવાડને જોડતો વિશાખાપટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલનો 'ભાવનગર વૉર્ડ'

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલી કિંગ જ્યોર્જ હૉસ્પિટલ તેની સેવાઓ માટે ખૂબ પ્રખ્યાત છે, પરંતુ આ વાતની જાણ કોઇને નહિ હોય કે આ હૉસ્પિટલની સ્થાપનાનો ઇતિહાસ તેને ગરવી ગુજરાતની ભૂમિ એટલે કે સૌરાષ્ટ્ર સાથે જોડે છે.

કિંગ જ્યોર્જ હોસ્પિટલ
કિંગ જ્યોર્જ હોસ્પિટલ
author img

By

Published : Feb 17, 2021, 9:46 PM IST

  • ભાવનગરના અંતિમ રાજવી હતા મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી
  • ભાવનગર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ વાત
    કિંગ જ્યોર્જ હોસ્પિટલ

આંધ્રપ્રદેશ: કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજીના હસ્તે વિશાખાપટ્ટનમમાં કિંગ જ્યોર્જ હોસ્પિટલની સ્થાપના થઇ હતી. અખંડ ભારત માટે સૌપ્રથમ પોતાનું રાજ્ય એટલે કે તે વખતનું પ્રિન્સલી સ્ટેટ ભાવનગરને સમર્પિત કરનાર મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી જ્યારે મદ્રાસના ગવર્નર હતા ત્યારે તેમના સન્માનમાં આ હૉસ્પિટલના મેડિસીન વૉર્ડનું નામ 'ભાવનગર વૉર્ડ' રાખવામાં આવ્યું હતું, જે હજુ સુધી યથાવત છે.

આંધ્રથી કાઠિયાવાડને જોડતી અનોખી કડી

વર્ષ 1949માં મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજીએ આ વૉર્ડનું ઉદ્ધાટન કર્યુ હતું. તેઓ વર્ષ 1948થી 1952 દરમિયાન મદ્રાસના ગવર્નર રહ્યા હતા. તે સમયના ભાવનગર સ્ટેટના રાજવી તરીકે તેમણે લોક કલ્યાણના અનેક કામો કર્યા હતા, જેને લીધે તેઓ ભાવનગરની પ્રજાના હ્રદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમના આ કાર્યોની સુવાસના પગલે ગુજરાતની આણ છેક દક્ષિણ સુધી પ્રસરી. દેશના આઝાદ થયા બાદ નવનિર્મિત આ હૉસ્પિટલની સ્થાપનામાં તેમણે ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને લીધે તેમની સ્મૃતિમાં આ વૉર્ડ 'ભાવનગર વૉર્ડ' તરીકે ઓળખાય છે. આ વૉર્ડમાં હાલમાં આશરે 100 થી 150 દર્દીઓને સારવાર મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.